GUJARAThttps://theindiantimes24.in/wp-content/uploads/2024/01/jjujuu.gif
Trending

મોંઘવારીના ભરડામાં પીસાતો માનવ છોટાઉદેપુર નો અઠવાડીક હાટ સૂમસામ

છોટાઉદેપુર

મોંઘવારીના ભરડામાં પીસાતો માનવ

છોટાઉદેપુર નો અઠવાડીક હાટ સૂમસામ 

છોટાઉદેપુર જિલ્લા મથકના આસપાસના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે આ હાટ બજારમાં આદિવાસી સમાજના લોકો જીવન જરૂરિયાતથી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આવતા હોય છે

આજરોજ છોટાઉદેપુર નગરમાં શનિવાર નો હાટ ભરાયો જેમાં ઘરાકી ખૂબ ઓછી જોવા મળી હતી અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા હતા જ્યારે ફુલબહાર લગ્ન સિઝન ચાલતી હોય તેવા સમયે બજારોમાં પગ મુકવાની જગ્યા ના હોય પરંતુ આ વેપારીઓની દુકાનો સુમસામ જોવા મળી રહી છે.

હાલમાં ફુલ બહારમાં લગ્ન સિઝન ચાલતી હોય તેવા સમયે નવા કપડાં સહિત જ્વેલરી અને અન્ય સામાન ખરીદવા ની ભીડ જમવાની હોય જેની જગ્યા પર બજારો સુમસામ જોવા મળી રહ્યા છે

મોંઘવારીના ભરડામાં પીસાતો માનવ લગ્નની મોજ માણવા સમાજમાં વ્યવહાર કરવા અને સંબંધીઓ સાથે સંબંધ સાચવવા પૂરતા પ્રયત્નો કરે છે પરંતુ મોંઘવારી ગરીબ વ્યક્તિને પોસાય તેમ નથી જેના કારણે આ હાટ બજાર સુમસામ જોવા મળી રહ્યો છે. જ્યારે વેપારીઓ પણ ચિંતા કરી રહ્યા છે કે ઘરાકી કેમ થી નથી છે

છોટાઉદેપુર પંથકનો ધોરી નસ સમાન એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ જે હાલ મરણ પથારીએ પડ્યો હોય જેવા સમયે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો શ્રમિક અને કર્મચારીઓ બેકાર થઈ પડ્યા છે જ્યારે તેઓએ ગુજરાત કેમ કેમ ચલાવો તેનો પણ પ્રશ્ન ઉદભવ્યો છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!