Activityhttps://theindiantimes24.in/wp-content/uploads/2024/01/jjujuu.gif
Trending

૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવો અને નાગરિકોએ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રી ના જીવંત પ્રસારણને નિહાળી સામૂહિક યોગાભ્યાસ કર્યો

‘સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ રાજ્ય અને વિકસિત રાષ્ટ્ર’ના નિર્માણમાં આપણે ભાગીદાર બનીએ – સાંસદ જશુભાઈ રાઠવા

સમગ્ર વિશ્વ જ્યારે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના યોગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ અવસરે ઉપસ્થિત અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ અને વિશાળ જનમેદનીએ પશ્ચિમ બંગાળથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગરથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણાદાયી ઉદ્બોધન અને યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ જીવંત પ્રસારણ બાદ સમગ્ર પરેડ ગ્રાઉન્ડ યોગમય ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું અને સૌએ પ્રોટોકોલ અનુસાર સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.

૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Aging” અંતર્ગત વધતી ઉંમર સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઉત્તમ જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. યોગ એ માત્ર વ્યાયામ કે આસનોનો સમૂહ નથી, પરંતુ તે શરીર, મન અને ચેતનાને એકસૂત્રમાં બાંધવાની તેમજ જીવન જીવવાની સાચી કળા છે. આજના આધુનિક અને તણાવપૂર્ણ સમયમાં અનિયમિત જીવનક્રમ અને શારીરિક પ્રવૃત્તિઓના ઘટાડા સામે યોગ એક અમોઘ શસ્ત્ર સમાન છે.

આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાની સાથે જ આ ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારત માટે અતિ વિશેષ અને ગૌરવશાળી બન્યો છે. ભારતીય ઋષિ-મુનિઓની આ અણમોલ પ્રાચીન જ્ઞાન પરંપરાને વડાપ્રધાનશ્રીની દુરંદેશી વિચારસરણીના કારણે આજે વૈશ્વિક સ્તરે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) દ્વારા સ્વીકૃતિ મળી છે, જેના ભાગરૂપે આજે વિશ્વના ખૂણે-ખૂણે કરોડો લોકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવી રહ્યા છે. વૃદ્ધાવસ્થા એ કોઈ સમસ્યા નથી, પરંતુ અસ્વસ્થ વૃદ્ધાવસ્થા એક મોટો પડકાર છે. આપણા વડીલોનું જીવન ઉત્તરાર્ધમાં પણ આત્મનિર્ભર, સન્માનજનક અને સ્વસ્થ રહે તે માટે યોગ અત્યંત અનિવાર્ય છે. જો આપણા યુવાનો અને બાળકો આજથી જ યોગને અપનાવશે તો તેઓ ભવિષ્યમાં સ્વસ્થ વૃદ્ધાવસ્થા અને ઉત્તમ સંસ્કારનો લાભ મેળવી શકશે.

જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પ્રયોજના વહીવટદાર ઓમકાર સિંદે,નિવાસી કલેક્ટર શૈલેષભાઈ ગોકલાણી, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, જિલ્લા રમતગમત અધિકારી , ચીફ ઓફિસર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી ઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી નગરજનો ઉપસ્થિત રહીને યોગ કર્યો હતો

વધુમાંમાં તેમણે જણાવ્યું કે, યોગને માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રાખતા યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવીએ જેથી ‘સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ રાજ્ય અને વિકસિત રાષ્ટ્ર’ના નિર્માણમાં આપણે ભાગીદાર બનીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button