GUJARAT
Trending

છોટાઉદેપુર જિલ્લામાં ધો 10 અને 12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ

આજરોજ તા. 26 ફેબ્રુઆરી થી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કેન્દ્ર પર 3800 થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા : CCTV કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ : SSC માટે નવજીવન અને HSC માટે ખત્રી વિદ્યાલય મુખ્ય કેન્દ્ર.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાનાં પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ વહીવટી અને સુરક્ષાલક્ષી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

*ઈકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશયેટીવ ચેરિટેબલ છોટાઉદેપુર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના પરીક્ષાર્થીઓ ને બોલપેન અને ગુલાબ નું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી*

*છોટાઉદેપુર*
આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્યારે શૈક્ષણિક ઉત્થાન પર કામ કરી રહેલ ઈકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ ઇનિશયેટીવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર એ પરીક્ષાર્થીઓ ને બોલપેન અને ગુલાબ નું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી,પરીક્ષાર્થીઓ ને કોઈ પણ પ્રકારના ડર કે ભય અને ગભરાહટ વગર મુક્ત મને પરિક્ષા આપી સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય તેવી પરીક્ષાર્થીઓ ને શુભેચ્છા પાઠવી પરીક્ષાર્થીઓ નું મનોબળ વધાર્યું હતું.
આ સમયે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ શર્મા, તાલુકા વિકાસ અધિકારી દિપક ચૌધરી, એસ એફ હાઈસ્કૂલ નાં પ્રિન્સીપાલ હિતેશભાઈ ચૌહાણ તથા ઇકો યુનિટી ટ્રસ્ટ ના ગોપાલભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ચંપાબેન ફોરેસ્ટર, પ્રવિણભાઇ ખજુરીયા , નારણભાઈ રાઠવા,દર્શનભાઈ રાઠવા થાવરભાઈ રાઠવા, સોમાભાઈ એક્સ આર્મી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બોડેલી તાલુકામાં પરીક્ષાનાં સફળ સંચાલન માટે ધોરણ 10 (SSC)ની પરીક્ષા માટે નવજીવન હાઈસ્કૂલ, અલીપુરાને મુખ્ય કેન્દ્ર તરીકે જાહેર કરાયું છે.
* ધોરણ 12 (HSC) ની પરીક્ષા માટે ખત્રી વિદ્યાલય, અલીપુરા ખાતે પરીક્ષાનાં ઝોનનું સંચાલન કરવામાં આવશે.

આ વર્ષે બોડેલી તાલુકામાં બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલ કુલ 3,863 વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10 SSCની પરીક્ષા માટે 3 કેન્દ્રો પર કુલ 9 બિલ્ડિંગોમાં કુલ 2,224 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં કુલ 440 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે કુલ 1,199 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે.

આજે સવારના ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ ગુજરાતી પ્રશ્નપત્ર સાથે થયો છે ત્યારે બોડેલી તાલુકાના તમામ કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પ્રતિનિધિ સાથે સ્ક્વોડના પ્રતિનિધિઓ સવારથી જ હાજર રહ્યા હતા.
બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડો શીતલકુંવરબા મહારાઉલ,જિલ્લા ભાજપા મંત્રી પરિમલ પટેલ,બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના વાઈસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ સહીતના ભાજપા આગેવાનોએ પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબ,પેન,ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષામાં બોડેલી તાલુકાનાં પરીક્ષાાર્થીઓ માટે ધોરણ 10 માટે ચલામલી, કાશીપુરા અને બોડેલી એમ ત્રણ કેન્દ્રો જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે બોડેલી શિરોલા હાઇસ્કુલ જૂની બિલ્ડીંગ અને નવી બિલ્ડીંગ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે ખત્રી વિદ્યાલય બોડેલી નવજીવન હાઈસ્કૂલ અલીપુરા, માય ‌શાનેન સ્કૂલ અલીપુરા, શિવ ભારતી સ્કૂલ અલીપુરા તેમજ કોસીન્દ્રા હાઈસ્કૂલમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા બ્લોક CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વર્ગખંડમાં સુપરવાઈઝર ઉપરાંત શિક્ષણ વિભાગનાં ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની બહાર કલમ 144 મુજબ પ્રતિબંધાત્મક આદેશો અને પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી, પ્રકાશ અને બેઠક વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!