છોટાઉદેપુર છોટાઉદેપુરના ખડખડ ગામે મકાન સળગી જતા અસરગ્રસ્ત પરિવારને સાંત્વના આપી સહાય અર્પણ કરતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા
છોટાઉદેપુરના ખડખડ ગામે મકાનમાં આગ લાગતા શંકરભાઈ ઘુઘરાભાઈ રાઠવાનું મકાન બળી ગયું હતું અને તમામ ઘરવખરી સામાન ખાખ થઈ ગયો હતો જે ઘટનાથી સમગ્ર પરિવાર પર ભારે આફત અને મુશ્કેલી તથા લાચારીના સામનો કરવો પડ્યો હોય જે ઘટનાથી સદર પરિવારની છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારને આર્થિક સહાય અર્પણ કરી સાંત્વના આપી હતી જે કામગીરીને ગામજનો તથા આસપાસના વિસ્તારના લોકોએ બિરદાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના શંકરભાઈ ધુધરાભાઈ રાઠવા ગામ ખડખડ (બડીયું ફળિયું) તાલુકો છોટાઉદેપુર નું દુર્ભાગ્યવશ મકાનમાં આગ લાગવાની ઘટનામાં પરિવારની સમગ્ર ઘરવખરી, અનાજ સહિતનો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ અણધારી દુર્ઘટનાથી ગરીબ આદિવાસી પરિવાર ભારે મુશ્કેલી અને લાચારીનો સામનો કરી રહ્યો છે.
આ દુઃખદ પરિસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પરિવારની રૂબરૂ મુલાકાત લઈ તેમની સ્થિતિની જાણકારી મેળવી હતી. તેમણે પરિવારને આર્થિક સહાય અર્પણ કરી અને આ મુશ્કેલ સમયમાં હિંમત તથા સાંત્વના આપી. છે. આવી પડેલ મુસીબત ના સમયે પરિવારને સાંત્વના તથા સહાય આપવાણી કામગીરીને ખડખડના અસર ગ્રસ્ત પરિવાર તથા ગ્રામજનોએ બિરદાવી છે.





