ટોપ ન્યૂઝ
Trending

છોટાઉદેપુરમાં હોળીના મહાપર્વનો પ્રારંભ: ભંગોરિયાના મેળામાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ

છોટાઉદેપુરમાં હોળીના મહાપર્વનો પ્રારંભ: ભંગોરિયાના મેળામાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ

રંગપુર સઢલીથી શરુ થયેલા પરંપરાગત ભંગોરિયા મેળામાં રામઢોલના તાલે ઝૂમ્યા સાંસદ

છોટાઉદેપુરમાં દિવાળીથી પણ વધુ ઉત્સાહ સાથે ભંગોરિયા મેળાની ઉજવણી

આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે. હોળીના સાત દિવસ અગાઉથી જ અહીં આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તહેવારના ભાગરૂપે યોજાતા ‘ભંગોરિયાના મેળા’ એ આદિવાસી પરંપરાનું અભિન્ન અંગ છે. જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય, ત્યાં હોળી તહેવાર પૂર્વે વિશેષ મેળાનું આયોજન થાય છે, જેને ગ્રામજનો ‘ભંગોરિયાના મેળા’ તરીકે ઓળખે છે.

રંગપુર સઢલી ગામે યોજાયેલ ભંગોરીયા મેળામાં પરંપરાગત વાધ્યો સાથે એકસમાન પહેરવેશ અને શિસ્તબદ્ધ નૃત્ય થકી આજના આધુનિક યુગમાં સ્થાનિક સમુદાયે પોતાની પરંપરાને જીવંત રાખી છે. આ મેળામાં જુદાજુદા ગામની પુરુષો અને મહિલાઓની ટુકડીઓ આકર્ષણ નું કેન્દ્ર બની હતી. ભંગોરિયાના મેળામાં આસ પાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી કરવા આવ્યા હતા. ભંગોરીયા મેળામાં સ્થાનિક ટુકડીઓ સાથે છોટાઉદેપુર સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો.

આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં રંગપુર સઢલી હાટ થી પરંપરાગત ભંગોરિયાના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે સ્થાનિકો રામઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આસપાસના ગામોમાંથી આવેલી વિવિધ ટુકડીઓએ રામઢોલના ગુંજારવ સાથે માહોલને ઉત્સાહપૂર્ણ બનાવી દીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!