છોટાઉદેપુર ની મેડિટોપ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ રક્તદાન મહાદાન સૂત્ર સાર્થક કરતા 96 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું


છોટાઉદેપુર ની મેડિટોપ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ
રક્તદાન મહાદાન સૂત્ર સાર્થક કરતા 96 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું
છોટાઉદેપુર નગરમાં આવેલા મેડિટોપ હોસ્પિટલ ખાતે મેડિટોપ બ્લડ સેન્ટર તેમજ આયુષ બ્લડ સેન્ટર વડોદરા ના સંયુક્ત ઉપક્રમે આજરોજ રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં જરૂરિયાત દર્દીઓને આકસ્મિક રક્તની જરૂર પડે અને કોઈનું જીવન બચી જાય તેવા ઉમદા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 96 યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું હતું.
છોટાઉદેપુર પંથકમાં રક્તની જરૂરિયાત ને પહોંચી વળવા મેડિટોપ હોસ્પિટલ ખાતે મેડિટોપ બ્લડ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. જેમાં નગરની જનરલ હોસ્પિટલ અને અન્ય મોટી હોસ્પિટલ માં દર્દીઓ ને અકસ્માત અને ઓપરેશનના સમયે પડતી બ્લડની જરૂરિયાત ના સમયે બ્લડ પૂરું પાડે છે. આજરોજ નગરના રક્તદાતાઓ ના સહયોગ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા રક્તદાતા ઓ રક્તદાન કરી આ પુણ્યકાર્ય માં સહભાગી બન્યા હતા. રક્તદાન શિબિરમાં નગરની મહિલાઓ પણ સહભાગીતા લીઘી હતી. આ પ્રસંગે આયુષ બ્લડ સેન્ટર ના ડૉ મનીષ વિડજા, ડૉ રમેશ પટેલ, ચારભૂજા સેવા ટ્રસ્ટ ના અગ્રણી અશોક અજમેરા, ગુરુકૃપા વિસ્તારના વિઠ્ઠલભાઈ પટેલ, સ્ટેશન વિસ્તારના આગેવાન નિશારભાઈ ભીમલા, કસ્બા વિસ્તારના અગ્રણી કૈયુમ મેમણ સહિત યુવાનો હાજર રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.




