Activity
Trending

ટીબી મુક્ત ભારત અભિયાન ઝૂંબેશ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી

છોટાઉદેપુર 

ટીબી મુક્ત ભારત અભિયાન ઝૂંબેશ અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી

ટીબી રોગીઓને સારવાર સાથે પૌષ્ટિક આહાર ની પણ તાતી આવશ્યકતા હોય, ટીબી ની સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓ ની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જરુરીયાત મુજબ નો પૌષ્ટિક આહાર લઇ શકતા નથી જેના કારણે ટીબી રોગ માંથી મુક્તિ મેળવવા કપરું બનતું હોય છે જેને ધ્યાનમાં રાખી દેશ ના માનનીય વડાપ્રધાન શ્રી એ નિક્ષય મિત્ર યોજના હેઠળ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓ ના સહયોગથી ટીબી રોગના દર્દીઓ ને દત્તક લઇ સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવામાં આવે તેવી યોજના થકી જરુરીયાત મંદ દર્દીઓ ને મદદરૂપ બને એવું આહ્વાન કર્યું છે જેના ભાગરૂપે આજે અનુપમ મિશન એનજીઓ ના સંત સતિષદાસ , મણીભાઈ,ડો.વનરાજ સોલંકી સહિત ની ટીમ દ્વારા ઘરડા કેમિકલ લિમિટેડ પાનોલી અંકલેશ્વર ના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ, સામુહિક આરોગ્ય કેન્દ્ર કદવાલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પાવીજેતપુર ખાતે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડો બીએમ ચૌહાણ જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસીંગભાઈ રાઠવા જિલ્લા પીપીએમ કો ઓર્ડીનેટર અશ્વીનભાઈ રાઠવા તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફીકભાઇ સોની, તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઈઝર નેહલ દલાલ, તાલુકા ટીબી સુપરવાઈઝરો મનહરભાઈ વણકર, વિનોદભાઈ વણકર સહિત આરોગ્ય ની સમગ્ર દ્વારા ટીબી રોગના દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ વ્યવસ્થા માટે જરૂરી સંકલન થકી ૨૩૦ જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!