ક્લેક્ટર ગાર્ગી જૈનની આકસ્મિક તપાસ – અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ જથ્થો જપ્ત


અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ જથ્થો જપ્ત
છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન માર્ગદર્શન અને સૂચના મુજબ ખાણ- ખનિજ વિભાગની કચેરી અને મામલતદાર કચેરી છોટાઉદેપુરની સંયુકત ટીમે છેલ્લા બે દિવસમાં છોટાઉદેપુર તાલુકાના અલસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરી હતી.
કલેકટર ગાર્ગી જૈનને અળસીપુર અને ગુડા ગામની સ્થળ મુલાકાત કરી હતી. તેઓએ ખાણ અને ખનિજ નિયમ ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો ૨૦૧૭ની પ્રવર્તમાન જોગવાઈ હેઠળ કસુરદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં સૂચના આપી હતી .
હાલમાં જિલ્લા ખાણ ખનિજ કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનિજ વહન કરતા ૪ ડમ્પર પકડવામાં આવ્યા હતા અને અગાઉ છેલ્લા છ માસમાં આ વિસ્તાર થી પસાર થતા રોડ પર આકસ્મિક ચેકીંગ દરમ્યાન કુલ ૩૦ જેટલા ડમ્પર પકડવામાં આવેલ હતા. જેની સામે સરકાર ના નિયમ મુજબ દંડનીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધરવા કલેકટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે



