Meeting
Trending
છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા ના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની આત્મીય મુલાકાત કરી


છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા ના પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની આત્મીય મુલાકાત કરી
નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા અને સૌના પ્રિય માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવાના પરિવારને આત્મીયપૂર્વક મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ મુલાકાતમાં લોકસભામાં શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય, સિંચાઈ જેવી વિવિધ બાબતો અંગે વડાપ્રધાન સાથે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.
જ્યારે જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાત હંમેશા નવી ઊર્જાનો સંચાર કરે છે તેમજ તેમના પ્રેરક શબ્દો જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. જે મુલાકાતથી હું અને મારા પરિવારે ધન્યતા અનુભવી હતી

