GUJARAT
Trending

બેન્ક ઓફ બરોડા સાથે MOU કરતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

બેન્ક ઓફ બરોડા સાથે MOU કરતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન
ગુજરાત રાજયના સરકારી અધિકારી અને કર્મચારીઓને બેન્ક ઓફ બરોડાના ખાતેદાર તરીકે વિવિધ લાભો મળે તે શુભાશ્રર્યથી છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન અને બેંક ઓફ બરોડાના પ્રાદેશિક વડા  સંજીવન કુમારે જિલ્લા સેવા સદન ખાતે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. 
આ MOU પર હસ્તાક્ષર થતા સરકારી અધિકારી અને કર્મચારીઓને બેન્ક ઓફ બરોડાના ખાતેદાર તરીકે ૧.૨૫ કરોડનો વ્યક્તિગત અકસ્માત વીમો (પગારશ્રેણી કોઈપણ હોય), ૧ કરોડનું હવાઈ દુર્ઘટના કવર, ૧૦ લાખનું જીવન વીમા કવર, ૬૦ હજારનું હોસ્પિટલ રોકડ લાભ (દરરોજ રૂ.૨,૦૦૦, ૩૦ દિવસ સુધી), ૫ લાખ સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા, શૂન્ય બેલેન્સ ખાતું, આજીવન નિ:શુલ્ક ડેબિટ કાર્ડ, અમર્યાદિત ATM ઉપાડ, લોન, લોકર અને શુલ્ક પર છૂટછાટ જેવા લાભો મળશે. 
આ પ્રસંગે જિલ્લા અધિક નિવાસી કલેકટર શૈલેસ ગોકલાણી અને બેન્ક ઓફ બરોડાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!