BREAKING
Trending

૩૦ જુલાઈના રોજ રન ફોર રોડ સેફ્ટી મેરેથોનનું આયોજન

છોટાઉદેપુર

૩૦ જુલાઈના રોજ રન ફોર રોડ સેફ્ટી મેરેથોનનું આયોજન

જિલ્લાના નાગરિકોના સલામતી અને સ્વાસ્થ્ય માટે જિલ્લા વહીવટી તંત્ર અને આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી અને વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત મેરેથોનનું આયોજન તા.૩૦ જુલાઈ બુધવારના રોજ સવારે ૬ કલાકે જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી ખાતે કરવામાં આવ્યુ છે. તો ચાલો દોડવાની મજા, સામુહિક ઉત્સાહ અને ઉર્જાથી ભરપુર છોટાઉદેપુરની આ દોડમાં જોડાઇ ચાલો, એક સાથે સ્વસ્થતા તરફ કદમ ભરીએ.

આ મેરેથોનમાં ભાગ લેવા https://forms.gle/1zvQ9kNmtdFdat3c6 લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી, છોટાઉદેપુર થી ધંધોડા થી જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી સુધી આમ કુલ ૫ કિ.મી. મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં મહિલા અને પુરુષ કેટેગરીમાં પહેલા ત્રણ સ્થાન મેળવનાર દોડવીરોને અનુક્રમે ₹૫૧૦૦/-, ₹૩૧૦૦/- અને ₹૨,૧૦૦/-નું ઈનામ રકમ આપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!