E-PaperMeeting
Trending

સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક યોજાઇ

છોટાઉદેપુર
સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક યોજાઇ
નેશનલ હાઇવે અને પુલના મરામત વિશે નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રોજેકટ ડાયરેકટર સાથે  ચર્ચા  કરતા સાંસદ જશુભાઈ
 છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની (દિશા) બેઠક સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. દિશા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા યોજનાકીય પ્રગતિ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.
દિશા બેઠકમાં સાંસદ જશુભાઈ રાઠવાએ તમામ વિભાગોના અધિકારીઓ પાસેથી યોજનાકીય માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું કે કેન્દ્રીય સરકારની તમામ યોજનાઓનો લાભ સ્થાનિક લાભાર્થીઓ સુધી પહોંચે. કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળીને વિકાસલક્ષી કામગીરી કરવી જોઈએ, એવું તેમણે જણાવ્યું હતું.
       ભારે વરસાદથી નુકસાન પામેલા નેશનલ હાઇવે અને પુલ વિશે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાથે સાંસદ જશુભાઈ રાઠવાએ ચર્ચા કરી હતી. તેમણે ટીમને તાકીદે માર્ગો અને પુલોની મરામત કરીને વાહનવ્યવહાર સુગમ બનાવવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી  સચિન કુમારે ઉપસ્થિત અધિકારીઓને અગત્યના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન આપવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય ઓ અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતીભાઈ રાઠવા, પ્રાયોજના વહીવટદાર  કલ્પેશકુમાર શર્મા, ડી.આર.ડી.એ.ના નિયામક કે.ડી. ભગત, તાલુકા પંચાયતના પ્રમુખ ઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!