એ આર ટી સેન્ટર ખાતે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું


છોટાઉદેપુર
*જનરલ હોસ્પિટલ,છોટાઉદેપુર એ.આર.ટી સેન્ટર ખાતે એસોસિએશન ઓફ પીપલ લિવિંગ વિથ એચ. આઈ. વી/એઇડ્સ(AP+) સંસ્થા, વડોદરા દ્રારા એચઆઈવીગ્રસ્ત અનાથઃ તથા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બાળકો તેમજ વિધવા બહેનોનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.
જનરલ હોસ્પિટલ એ.આર.ટી સેન્ટર, છોટાઉદેપુર ખાતે એપી પ્લસ સંસ્થા, વડોદરા દ્વારા આજરોજ આર્થિક સ્થિતિ નબળી અને માતાપિતા વિહોણા અનાથઃ એચઆઈવી ગ્રસ્ત નાના બાળકો તથા વિધવા બહેનોનાં બાળકોનો ઉત્સાહ અને મનોબળ વધારવા, તેમજ તેમની માનસિક ઉર્જાશક્તિ જળવાય રહે તે માટે અને બાળકોને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થઈ શકે તેવા હેતુથી 13 જેટલાં લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર નાં એ.આર.ટી સેન્ટર, છોટાઉદેપુરનાં મેડિકલ ઓફિસર ડૉ. વિનાબેન રાઠવા, એ.આર.ટી સેન્ટર કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ, એ.આર.ટી સ્ટાફ નર્સ કમ ફાર્માસીસ્ટ વૃંદાબેન કાપડિયા, એપી પ્લસ સંસ્થાનાં સમગ્ર પ્રોજેક્ટનાં કોમ્યુનિટી લેવલ હેલ્થ (CLH) અને સામાજિક કાર્યકર વેચાતભાઈ રાઠવા તથા અશ્વિન ભાઈ રાઠવા,બાળકો તથા કિશોરીઓનો ઉત્સાહ વધારવા RMNCH+ કાઉન્સિલર નિલેશ્વરીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



