

પાવીજેતપુર તાલુકામાં બાર PHC ખાતે એક્સ-રે કેમ્પ અને TB કોમ્યુનિટી મીટીંગ યોજાઈ
વડાપ્રધાન ના ટીબી મુક્ત ભારત સરકાર શ્રી તરફથી 2025 માં ટીબી નાબૂદી 100 days સર્વે અભિયાન શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત NTEP વિભાગ છોટાઉદેપુર જિલ્લા ખાતેથી વિરાટ ડાયગનોસિસ વિભાગ અને જિલ્લા શય આરોગ્ય ડિપાર્ટમેન્ટ ના સહયોગથી પાવી જેતપુર તાલુકાના બાર Phc ખાતે આરોગ્ય નિદાન કેમ્પ અને ટીબી સ્ક્રિનિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો જે સંદર્ભે બાર Phc ના ગામના અને આજુબાજુના વિસ્તારના ટીબી શંકાસ્પદ દર્દીઓએ લાભ લીધેલ હતો જેમાં ઉપસ્થિત નિદાન ટીમ આરોગ્ય ની ટીમ અને જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર , મેડિકલ ઓફિસર ડૉ દેવરાજ ઠાકોર,MPHS, અશ્વિનભાઈ વરિયા, ,LT, MPHW,FHW આશા વર્કર બહેનો તેમજ બાર PHC આરોગ્ય ની ટીમ નું યોગદાન રહ્યું હતું આ કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની સેવા આપવામાં આવી જેમાં મોટી સંખ્યાઓમાં દર્દીઓ સેવા લીધી હતી જેમકે ટીબી શંકાસ્પદ દર્દીના એક્સરે પાડવામાં આવ્યા અને દર્દીના ગળફાની તપાસ કરવામાં આવી તપાસ કરવામાં આવી. અને આ કેમ્પમાં ઉપસ્થિત રહેલા દર્દીઓને સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા કોમ્યુનિટી મીટીંગ નું આયોજન કરી ટીબી રોગ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેવી કે ટીબી ના લક્ષણો જેવા કે ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવું 100 DAYS સર્વે મા આવરી લીધેલ દર્દી વગેરે લક્ષણો વિશે માહિતી આપવામાં આવી, નિદાન સારવાર અને સરકાર તરફથી આપવામાં આવતી નિક્ષય પોષણ યોજના હેઠળ સહાય વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી

