ACTION
Trending

છોટાઉદેપુરના બુસ્ટિંગ સ્ટેશન અને હેડ વર્ક્સની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન 

છોટાઉદેપુર

છોટાઉદેપુરના બુસ્ટિંગ સ્ટેશન અને હેડ વર્ક્સની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન 

         છોટાઉદેપુર જિલ્લાના 210 ગામોમાં માઁ નર્મદાનું પીવાનું પાણી પૂરુ પાડવા માટે બનાવેલ નર્મદા કેનાલ આધારિત ડિસ્ટ્રિક્ટ બલ્ક પાઇપલાઇનના પાવીજેતપુર બૂસ્ટિંગ સ્ટેશન ,વડોઠ બુસ્ટીંગ સ્ટેશન ,વાસ્કોદ હેડ વર્ક્સ તેમજ મુવાડા હેડ વર્ક્સ કામગીરી તેમજ જૂથ પાણી પુરવઠા યોજાનાની મુલાકાત આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી.  

         અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ચાલતી વિકાસ લક્ષી કામગીરી નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન વિવિધ જગ્યાઓ ઉપર રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના 210 ગામોને નર્મદાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવેલ બુસ્ટિંગ સ્ટેશન અને હેડ વર્ક્સની કામગીરી માટે પાણી પુરવઠા યોજનાની મુલાકાત રૂબરૂમાં લીધી હતી આકસ્મિક મુલાકાત દરમિયાન વિવિધ સૂચનો અને નિર્દેશ કલેકટર દ્વારા કરવામાં આવ્યા હતા જ્યારે પ્રજાને આવનારા સમયમાં પાણીની તકલીફ ન પડે અને કામગીરી સારી થાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપી તકેદારી રાખવા લાગતા વળગતા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!