

બોડેલીમાં રેશનિંગ અનાજ હેરાફેરીનો પર્દાફાશ જનતાએ માર્યો છાપો
પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયત ના સદસ્ય ના પતિ ધ્વારા ગઈકાલે રાત્રે 10:30 વાગે બાંગાપુરા સસ્તા અનાજની દુકાન પર થી ગરીબ લોકોને વિતરણ કરવાના થતા અનાજ ની ચોરી કરતા એક ટ્રેક્ટર મુદા માલ સાથે..બાંગાપુરા ની જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ ધ્વારા પકડી દુકાન સીલ કરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે ટ્રેક્ટરમાં ભરાયેલો મોટા પ્રમાણમાં ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો.
આ શંકાસ્પદ જથ્થો ગેર કાયદેસર રીતે દુકાનમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો એવો ગ્રામજનોનો આક્ષેપ છે. તેમની સતર્કતાથી આ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો અને પછી તરત જ મામલતદારને જાણ કરીને તેનું સંચાલન અધિકારીઓના હવાલે કરાયું હતું.
રાત્રે ટ્રેક્ટરમાં રાશન જથ્થો લઈ જતી વખતે પકડાયો
ગ્રામજનોએ અધિકારીઓને જાણ કરી, પ્રમાણભૂત કાર્યવાહી કરાઈ
અનાજ: ઘઉં, ચોખા, ખાંડ સહિતનો સરકારી જથ્થો મામલો તપાસ હેઠળ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓમાં જેણે હેરાફેરી કરી છે તેમની સામે કડક પગલાં લેવાં જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે કડક દેખરેખ રાખવી જોઈએ. તેમ લોકમાંગ ઉઠી છે.


