
શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ બીજો દિવસ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેકટર

જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જેતપુરપાવી તાલુકાના કદવાલ અને ભીખાપુરા શાળાઓમાં ૬૫૦ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી હેઠળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના કદવાલ અને ભીખાપુરા ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા કદવાલ પ્રાથમિક શાળા, શેઠ એમ એ કદવાલવાલા હાઇસ્કુલ અને ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
જેતપુરપાવી તાલુકાના કદવાલ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૧૩ અને ધો.૧માં ૦૨, શ્રી શેઠ એમ એ કદવાલવાલા હાઈસ્કુલ ખાતે ધો.૯ માં ૧૫૦ અને ધો ૧૧માં ૧૩૫ અને ભીખાપુરા આદિવાસી સાર્વજનિક હાઇસ્કુલમાં ધો ૯માં ૨૧૫, ધો ૧૧માં ૧૩૫ મળી એમ કુલ ૬૫૦ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસની શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા કલેકટર એ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. તેઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો.
આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ રાઠવા, સરપંચ ઓ, શાળાના આચાર્ય ઓ, શાળાના સ્ટાફ, એસએમસીના સભ્યો, ગામના અગ્રણીઓ, વાલીઓ, ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

