ELECTION
Trending

ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતે ફરિયાદ કરવા ક્યો હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો? જુઓ

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણીને લગતી ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર જાહેર

હેલ્પલાઇન નંબર ૧૯૫૦ સવારે ૮ થી બપોરે ૪ વાગે અને બપોરે ૪ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી કાર્યરત

છોટાઉદેપુર જિલ્લાની યોજાવા જઈ રહેલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગની સુચનાઓ મુજબ ચૂંટણી પ્રક્રિયાઓમાં કોઇ ખામી ન સર્જાય, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપુર્વક પૂર્ણ થાય તે માટે બહોળી કામગીરીને લક્ષમાં રાખી વિવિધ કામગીરી અર્થે નોડલ અધિકારી તરીકે નિમણુંકો કરવામાં આવી છે. 

આ કામગીરીના ભાગરૂપે ચૂંટણીને લગતી ફરિયાદો માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર : ૧૯૫૦ પર ચૂંટણીલક્ષી ફરિયાદ કરી શકાશે. જેનો સમય છે સવારે ૮ થી બપોરે ૪ વાગે અને બપોરે ૪ વાગેથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી નિયત કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!