
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર સેવા આપી ચૂકેલ એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં તા.1 મે, 2025થી ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.




