GUJARAT
Trending

છોટાઉદેપુર જિલ્લામાં સંગ્રહખોરી કરવા પર પ્રતિબંધ

છોટાઉદેપુર જિલ્લામાં સંગ્રહખોરી કરવા પર પ્રતિબંધ

નાગરિકો સંગ્રહખોરી, બ્લેક માર્કેટિંગ, ભાવમાં ચાલાકીની કોઈપણ ઘટનાની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને કરી શકશે

તમામ વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ તેમના વર્તમાન સ્ટોક જિલ્લા પુરવઠા અધિકારી છોટાઉદેપુરને જાહેર કરવા

      હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં અમુક વ્યક્તિઓ, વેપારીઓ અને સંસ્થાઓ દ્રારા છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય દૈનિક જરૂરિયાતો સહિત આવશ્યક ખાદ્યચીજો અને ઈંધણના સંગ્રહખોરી અને અનધિકૃત સંગ્રહ કરવામાં છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઉભી થાય છે અને એટલી મોંઘવારી વધે છે. સામાન્ય જનતાને આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ માટે તકલીફ પડે છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે છે. જેના કારણે જાહેર સુલેહશાંતિનો ભંગ થાય છે. આમ, જાહેર-વ્યવસ્થા ન ખોરવાય તે માટે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં સંગ્રહખોરી કરવા પર નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધ ફરમાવ્યો છે. 

       આ જાહેરનામાંમાં કોઈપણ વ્યક્તિ, વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ અથવા વ્યાપારી સંસ્થાઓ આવશ્યક ચીજવસ્તુઓ, ચોખા, ઘઉં, કઠોળ, ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી, દૂધની બનાવટો, દવાઓ, પેટ્રોલ અને ડીઝલ સહિતની ઇંધણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ અથવા સંગ્રહખોરીમાં સામેલ થશે નહી. તમામ વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ તેમના વર્તમાન સ્ટોક જિલ્લા પુરવઠા અધિકારી, છોટાઉદેપુરને જાહેર કરવાના રહેશે. નાગરિકો સંગ્રહખોરી, બ્લેક માર્કેટિંગ અથવા ભાવમાં ચાલાકીની કોઈપણ ઘટનાની જાણ જિલ્લા પુરવઠા અધિકારી, છોટાઉદેપુરને કરી શકે છે. (આવશ્યક ચીજવસ્તુઓ/પેટ્રોલ/ડીઝલ/વગેરે માટે). આ હુકમ તા.૦૯/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!