નસવાડી તાલુકાના આકોના ગ્રામ પંચાયતમાં વસ્તીના આધારે વોર્ડની બેઠકો ફાળવવા માટે જિલ્લા કલેકટરને ગ્રામજનોએ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી.
નસવાડી તાલુકાના આકોના ગ્રામ પંચાયતમાં વસ્તીના આધારે વોર્ડની બેઠકો ફાળવવા માટે જિલ્લા કલેકટરને ગ્રામજનોએ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી.
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના આકોના ગ્રામ પંચાયતમાં વસ્તીના આધારે વોર્ડની બેઠકો ફાળવવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટરને ગ્રામજનોએ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.
આકોના ગ્રામ પંચાયતની નવી મતદારીયાદી પ્રમાણે કુલ મતદારો ૧૩૩૭ છે જેમાં બિન અનામતના કુલ મતદાતાઓ: ૪૭૬ છે જયારે અનુસુચિતજાતિના મતદાતાઓ : ૦૮ છે જયારે બક્ષીપંચ જાતિના મતદાતાઓ : 05 છે જયારે અનુસૂચિત જનજાતિના મતદાતાઓ : ૮૪૭ છે જેથી આકોના ગ્રામ પંચાયતમાં અગાઉ પડેલી બેઠક યાદી મુજબ અનુસુચિત જનજાતિની ૫ બેઠકો ફાળવવામાં આવી હતી જયારે અનુસુચિત જાતિની ૧ બેઠક,બક્ષીપંચ જાતિની ૧ બેઠક અને બિન અનામત જાતિની ૧ બેઠક ફાળવણી કરવામાં આવેલ હતી જેથી આકોના ગ્રામ પંચાયતની બેઠક ફાળવણીમાં વસ્તી આધારે બેઠકો ફાળવામાં આવી નથી જેનાથી બિન અનામત જાતિ સાથે અન્યાય થયો હોય અને બિન અનામતની મતદાતાઓ ૪૭૬ હોય જેની સામે એક જ બેઠકની ફાળવણી અગાઉની બેઠકની યાદીમાં કરવામાં આવેલ હોય જ્યારે બક્ષીપંચ જાતિના ૦૬ મતદાતાઓ હોય અને અનુસુચિત જાતિના મતદાતાઓ : ૦૮ મતદાતાઓ હોય જેની સામે એક બેઠકની ફાળવણી કરવામાં આવેલ હોય ત્યારે આકોના ગ્રામ પંચાયતના બિન અનામત વર્ગને અન્યાય થયો છે. જેથી આકોના ગામના સમસ્ત બિન અનામત વર્ગ ગ્રામજનોની પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.ગ્રામ પંચાયતમાં વસ્તી આધારીત રીતે કુલ ૮ વોર્ડમાં ૩ વોર્ડ બિન અનામત ૩ અનુસુચિત જનજાતિ ૧ બક્ષીપંચ જાતિને ફાળવામાં આવે જયારે એક અનુસુચિત જાતિને ફાળવામાં આવે તો સમસ્ત આકોના ગ્રામજનોને ન્યાય મળે તેમ છે જેથી વસ્તી આધારે બેઠકની ફાળવણી કરી ચુંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સમસ્ત આકોના ગ્રામ પંચાયતના ગ્રામજનોની માંગ ઉઠી છે.


