ACTION
Trending

છોટાઉદેપુર નગરપાલિકાને વર્ગ અ નો દરજજો મળતા નગરની પ્રજામાં આનંદ

છોટાઉદેપુર નગરપાલિકાને વર્ગ અ નો દરજજો મળતા નગરની પ્રજામાં આનંદ

વર્ગ ક માંથી બ અને ત્યારબાદ વર્ગ અ માં સમાવવામાં આવતા નગરમાં ખુશીની લહેર જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નગરપાલિકા પરિવાર અને નગરજનોએ આભાર વ્યક્ત કર્યો

           છોટાઉદેપુર નગરપાલિકા એ જિલ્લાની એકમાત્ર પાલિકા છે છોટાઉદેપુર જિલ્લા મથક ઉપર આવેલી આ નગરપાલિકા કુલ સાત વોર્ડ વિસ્તારમાં ફેલાયેલી છે જેને અત્યાર સુધી વર્ગ ક મા ગણવામાં આવતી હતી ત્યારબાદ ક માંથી બ માં અને ગત રોજ છોટાઉદેપુર નગરપાલિકાને વર્ગ અ નો દરજ્જો મળ્યાનો હુકમ જાહેર થતા સમગ્ર છોટાઉદેપુર અને નગરપાલિકા પરિવાર અને નગરજનો માં આનંદની લાગણી ફેલાઈ હતી

              ઘણા સમયથી છોટાઉદેપુર નગરપાલિકાને વર્ગ એ માં સમાવવા પ્રજાની માંગ હતી જે માંગને ધ્યાને રાખી છોટાઉદેપુરના જાગૃત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરવામાં આવી હતી કે 2013 માં છોટાઉદેપુર નવો જિલ્લો બન્યો અને જિલ્લા મથક ઉપર તમામ કચેરીઓ કાર્યરત થયેલી છે તેમજ ભૌગોલિક વિસ્તાર પણ વધી ગયો છે આદિવાસી વિસ્તારની આ એક નગરપાલિકા છે જેમાં તેનો સર્વાંગી વિકાસ નહિવત થયો છે જેથી છોટાઉદેપુર નગરપાલિકાને વર્ગ અ માં સમાવવામાં આવે આ. પાલિકાને વર્ગ અ માં સમાવેશ કરવાથી તમામ પ્રકારની વધારાની ગ્રાન્ટોનો દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થશે અને નગરપાલિકાની કાયાપલટ થશે તેવી માંગ ધારાસભ્ય એ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં કરી હતી જે રજૂઆતને ધ્યાને રાખી સરકારે નગરપાલિકા છોટાઉદેપુરને વર્ગ અ નો દરજજો આપ્યો છે જે દરજ્જો મળતા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી કારોબારી સમિતિના ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહ ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અને નગરજનોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો છે

છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નગરપાલિકા ને વર્ગ અ માં સમાવવામાં આવે તેવા પ્રયત્નો અમારા ચાલતા હતા આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત પણ કરી હતી જે માંગ સરકારે સ્વીકારી નગરપાલિકાને વર્ગ અ માં મૂકવામાં આવતા સર્વ માટે ખૂબ આનંદની વાત છે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારે હવે છોટાઉદેપુર નગરપાલિકાને વર્ગ અ નું ઊંચું સ્થાન મળતા તમામ પ્રકારની વધારાની ગ્રાન્ટ નો ઉપયોગ થી દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થશે નગર નો પણ વિકાસ થશે અને નગર જનોની સુખાકારીમાં પણ વધારો થશે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!