“Our Nurses. Our Future. Caring for Nurses Strengthens Economies”. વર્ષ ૨૦૨૫ની થીમ

અહેવાલ :- માર્ગી રાજપુત
૧૨મી મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
૧૨મી મે આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલનો (ધ લેડી વિથ ધ લેમ્પ) જન્મજયંતિ
“Our Nurses. Our Future. Caring for Nurses Strengthens Economies”. વર્ષ ૨૦૨૫ની થીમ
” સિસ્ટર” આ શબ્દ કાને પડતાં તરત જ હોસ્પિટલમાં સફેદ ગણવેશમા સજ નર્સનુ ચિત્ર મનસપટ પર ઉભરી આવે છે. સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દર્દીની સતત સારવાર કરતી પરિચારિકા દેવદૂત સમાન હોય છે. કુદરતી – માનવ સર્જિત આફતમાં ડૉક્ટર બાદ નર્સની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે.
સન ૧૮૨૦માં ૧૨ મે ના રોજ આધુનિક નર્સિંગના સ્થાપક” ફ્લોરેન્સ નાઇટીંગેલ” નો જન્મ થયો હતો. આધુનિક નર્સિંગના સ્થાપક, પ્રખ્યાત નર્સ અને સમાજ સુધારક ફ્લોરેન્સ નાઇટીંગેલના જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સન ૧૮૫૪મા બ્રિટનના ક્રિમિઅન યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોને દિલાસો આપતા.ઘાયલ સૈનિકોની સારવાર કરી તેમને ચેપી રોગથી બચાવતા. રાત્રે હાથના દીવા વડે દર્દીઓની તપાસ કરતા.તેમની નિષ્ઠાને જોતા તેમને “ધ લેડી વિથ ધ લેમ્પ” નું હુલામણું નામ આપવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણીનો વિચાર સૌપ્રથમ વર્ષ ૧૯૫૩માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, એજ્યુકેશન એન્ડ વેલ્ફેરના અધિકારી ડોરોથી સધરલેન્ડ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. તત્કાલીન યુએસ પ્રમુખ ડેવિડ ડી. આઈઝનહોવર દ્વારા દરખાસ્તને નકારી કાઢવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ ૧૯૬૫માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ- ICN બારે દર વર્ષે ૧૨મેના રોજ આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. વર્ષ ૧૯૭૪ જાન્યુઆરીમાં યુએસ પ્રમુખ ડેવિડ ડી. આઈઝનહોવરે આ દિવસની ઉજવણી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારથી દર વર્ષે ૧૨ મેના રોજ “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” ઉજવવામાં આવે છે.
ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ (ICN) દ્વારા સમાજ અને હેલ્થકેર વ્યવસાયમાં નર્સોના યોગદાનને યાદ રાખવા,આ વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને નર્સોનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ પરિચારિકા દિવસની ઉજવવામાં આવે છે.
વર્ષ ૨૦૨૫મા Our Nurses. Our Future. Caring for nurses strengthens economies”.થીમ આધારિત વિશ્વ પરિચારિકા દિવસની ઉજવણી કરવામાં આવશે.
“પરિચારિકા”ઓ પોતાની સામાજિક જવાબદારીની સાથે હસતા મુખારવિંદે અજાણ્યા દર્દીઓની પરિવારના સભ્યની જેમ સારવાર કરતી હોય છે. માનસિક અને શારીરિક રીતે અસ્વસ્થ દર્દીનું મનોબળ મજબૂત કરી તમને ફરી સ્વસ્થ કરવામાં મહત્ત્વની ભૂમિકા નર્સ અદા કરતી હોય છે. ડૉક્ટરની ભૂમિકા બાદ સિસ્ટરની દર્દી પ્રત્યેની જવાબદારી વધી જાય છે. તમામ પરિસ્થિતિમાં પરિચારિકા દિન રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
ગુજરાત રાજ્યમાં નર્સિંગના વ્યવસાયને ખાસ પ્રોત્સાહન આપવા આવે છે. હાલ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગમાં અંદાજે ૫૧૯ પરિચારિકા દેવદૂત બની ગ્રામિણોની સેવામાં કાર્યરત છે. જિલ્લામાં આવેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી જિલ્લાની દિકરીઓ ગામડા, તાલુકા, જિલ્લા, રાજ્ય અને વિદેશમાં પણ પરિચારિકા તરીકેની સેવા આપી રહી છે.
૧૨મી મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવણી કરી તમામ પરિચારિકાનું સન્માન કરીએ. તેમની સેવાને બિરદાવીએ.

