
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી 
છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન જિલ્લાના દરેક સ્થળો ઉપર જઈને થતી કામગીરીની ચકાસણી કરી રહ્યા છે. અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાથે કામગીરીમાં જરૂરી આવશ્યકતા પ્રમાણે સૂચનો પણ આપી રહ્યા છે. અને જરૂરી જણાય ત્યાં કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ની આકસ્મિક મુલાકાત કરી જેમાં દર્દીઓને અપાતી સુવિધાઓ, દવાના જથ્થાની ચકાસણી કરી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ને cmtc ના બાળકોને એડમિટ કરવાની સૂચના આપી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું



