ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર

છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 10 નું 84.69 ટકા પરિણામ જાહેર
જિલ્લામાં પ્રથમ ક્રમે દીકરી
ગત વર્ષ કરતા 0.12 ટકાનો વધારો
કોળી ધ્રુવી મહેન્દ્રભાઈ, સેફાયર પબ્લીક સ્કૂલ, બોડેલી જિલ્લામાં પ્રથમ
છોટાઉદેપુર: ગુરુવાર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ-10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લાનું 84.69 ટકા પરિણામ જાહેર થયું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ધો-10 માં 10,415 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 8820 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા.
ધોરણ 10 ના પરિણામની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમારે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધોરણ 10 ના પરિણામમાં 0.12 ટકાનો વધારો થયો હતો. શિથોલ કેન્દ્રમાં સૌથી વધારે 91.07 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 77.03 % આવ્યું હતું. જિલ્લામાં 26 શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના ૯૩.૬૧% પરિણામ સાથે A1 કેટેગરીમાં 71, A2માં કેટેગરીમાં 550, B1 કેટેગરીમાં 1580, B2 કેટેગરીમાં 2379, C1 કેટેગરીમાં 2499, C2 કેટેગરીમાં 1562 અને D કેટેગરીમાં 179 વિધાર્થીઓનું પરિણામ આવ્યું હતું.
સમગ્ર જિલ્લામાં ધો-10 માં 97.67 ટકા પરિણામ સાથે સેફાયર પબ્લીક સ્કૂલ, બોડેલી ખાતે અભ્યાસ કરતા પ્રથમ ક્રમાંકે કોળી ધ્રુવી મહેન્દ્રભાઈ, 96.33 ટકા સાથે હરિ ઓમ વિદ્યામંદિર, ભીખાપુરા ખાતે અભ્યાસ કરતા પરમાર પાયલબેન ધર્મેન્દ્રસિંહ બીજા ક્રમાંકે અને 95.67 ટકા સાથે ખત્રી વિદ્યાલય, બોડેલી ખાતે અભ્યાસ કરતા ખત્રી આમેનાબેન મહંમદ નઈમભાઈ ત્રીજા ક્રમાંકે આવ્યા હતા.