Result
Trending

છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 62.11% પરિણામ 

છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 62.11% પરિણામ 

જેમાં છોટાઉદેપુર કેન્દ્રનું 54.94% અને બોડેલીનું સૌથી વધુ 79.47% ટકા પરિણામ

        છોટાઉદેપુર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ આજરોજ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓમાં કહી ખુશી અહીં ગમ નો માહોલ જોવા મળી રહે છે છોટાઉદેપુર જિલ્લાનું 62.11% પરિણામ જાહેર થયું છે જેમાં 54.94% છોટાઉદેપુર કેન્દ્રનું અને 79.47% ટકા બોડેલી કેન્દ્રનું પરિણામ આવ્યું છે જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના બે કેન્દ્રોમાંથી સૌથી વધુ પરિણામ બોડેલી કેન્દ્રનું 79. 47% જાહેર થયું છે જ્યારે 54.94 % પરિણામ છોટાઉદેપુર નું જાહેર થયું છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10% જેવું ઊંચું આવ્યું છે. 

             અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા નું પરિણામ આજરોજ જાહેર થયું જેમાં છોટાઉદેપુરના બે કેન્દ્રો ઉપર 882 વિદ્યાર્થીઓ માંથી 879 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા જેમાં 557 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને અને 325 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાં કુલ છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 62.11% નોંધાયુ હતું જિલ્લાના બે કેન્દ્રો ઉપર જે પરીક્ષા યોજાઇ જેમાં A1 ગ્રેડમાં 0 A2 માં 5 B1 માં 27 B2માં 69, C1માં 162, C2માં 211, માં 49 E1માં 0 જેવા ગ્રેડ વિદ્યાર્થીઓને મળ્યા હતા.

             જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું જેમાં છોટાઉદેપુર જિલ્લાનું 93.61 %ટકા આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના 10 જેટલા કેન્દ્રો ઉપર યોજાયેલ પરીક્ષામાં 5684 માંથી 5359 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 5093 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના ભેસાવહી સેન્ટરનું સૌથી વધુ પરિણામ 99.3 આવ્યું હતું. અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર સેન્ટરનું 86.33% આવ્યું હતું. જિલ્લાના 10 કેન્દ્રો ઉપર સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ જેમાં A1 ગ્રેડમાં 3 A2 માં 182 B1 માં 959 B2માં 1699, C1માં 1536, C2માં 583, Dમાં 19 E1માં 0 ગ્રેડ વિદ્યાર્થીઓને મળ્યા હતા. ગત વર્ષ 2024ની સરખામણીમાં 2 % વધારે પરિણામ આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ઊંચું આવતા વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી

છોટાઉદેપુર વિજ્ઞાન પ્રવાહમાં ગત 2024 માં છોટાઉદેપુર સેન્ટર નું પરિણામ 52.36% આવ્યું હતું. જેમાં ચાલુ વર્ષ 2025માં 62.11% 10% નો વધારો નોંધાયો છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ 2024નું પરિણામ 91.84% આવ્યું હતું જેમાં ચાલુ વર્ષે 2025માં 93.61% ટકા નો વધારો નોંધાતા વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાય છે. છોટાઉદેપુરમાં ધોરણ 12ના પરિણામોમાં વધારો થતા વિદ્યાર્થીઓમાં વધુ મહેનત કરવાનો ઉત્સાહ જાગ્યો છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!