GUJARAT
Trending

છોટાઉદેપુર જિલ્લામાં વિનાશ વેરતો વરસાદ ખેડૂતોને કરોડોનું નુકસાન 

છોટાઉદેપુર જિલ્લામાં વિનાશ વેરતો વરસાદ ખેડૂતોને   કરોડોનું નુકસાન

કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો

ફળોનો રાજા ગણાતી કેરીઓ આંબા ઉપરથી અધકચરી ખરી પડી હોય જેની અછત વર્તાશે અને સોના જેવા ભાવે વેચાશે

છોટા ઉદેપુર જિલ્લા સહિત રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યારે ઠેર ઠેર જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે

        વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તારીખ 5/5/ 25 ના રોજ 80 કિમીની ઝડપે આકસ્મિક વાવાઝોડુ ત્રાટક્યું હતું જેની સાથે ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી આ વાવાઝોડાના કારણે છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓમાં અંદાજે 200 થી વધુ કાચા મકાનોના પતરા ઉડી ગયા છે જ્યારે ગામોમાં આજે પણ નળિયા ચાલવાની કામગીરી થતી હોય જે કામગીરી ચાલુ હોવાથી પવનના કારણે ઘરોનો સામાન પણ વેર વિખેર થઈ ગયો હતો અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેની સાથે વીજળીના 118 થાંભલા પણ તૂટી પડ્યા છે અને અંદાજે 500 થી વધુ વૃક્ષો પણ ધરાશય થયા છે. જ્યારે કરોડોનું નુકસાન ખેડૂતોને ગયું છે

                  ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પર માઠી અસર જોવા મળી રહી છે ચાલુ સીઝન દરમિયાન ફળોનો રાજા ગણાતી કેરી આંબા ઉપરથી અધકચરી ખરી પડી છે જેની અછત આવનારા દિવસોમાં બજારોમાં વર્તાશે અને સોના જેવા ભાવે વેચાશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે જેની સાથે ખેતરમાં મકાઈ, તલ, મગ અડદ, જેવા પાકોને અને સૂકા ઘાસચારા બધો ખલાસ થઈ ગયો અને ભારે નુકસાન ગયું છે જ્યારે ઈંટો ના ભઠ્ઠા ચલાવતા વેપારીઓને પણ કાચો માલ પીગળી જતા લાખોનું નુકસાન વેચવાનો વારો આવ્યો છે. હાલ વરસાદ ચાલુ છે જ્યારે આવનારા સમયમાં શું પરિસ્થિતિ સર્જાશે તે જોવાનું રહ્યું

છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કારણે છોટાઉદેપુર શહેર સહિત 749 ગામડા પ્રભાવિત થયા જેમાં 677 જેટલા ગામોમાં કામગીરી ચાલી રહી છે જ્યારે 4 ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર છૂટી પડ્યા છે અને 72 ગામમાં હજુ કામગીરી કરવાની બાકી છે જિલ્લામાં કુલ 118 જેટલા વીજપોલ તૂટી પડ્યા છે જેને રીપેરીંગ અને કામગીરી અર્થે 13 કોન્ટ્રાક્ટરોની ટીમ કામે લાગી છે અને 118 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા છે એમજીવીસીએલ દ્વારા મળેલ માહિતી મુજબ ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!