ACTION
Trending

છોટાઉદેપુર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

છોટાઉદેપુર ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

 છોટાઉદેપુર જિલ્લામાં વાવાછોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં હાલ છ તાલુકામાં જનજીવને અસર કરતા વીજ પુરવઠો, ધોરી માર્ગો પર ઝાડ પડવા, પાકને નુકશાન, કાચા અને પાકા મકાન ધરાશાઈ થવા, પશુ અને માનવ મૃત્યુ, સિંચાઇ વ્યવસ્થા, અનાજનો પુરવઠો, અસરગ્રસ્તોને રહેઠાણની વ્યવસ્થા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 

વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીની આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, તથા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી વર્તમાન પરિસ્થિતી અને તેમની તૈયારી વિશે તાગ મેળવ્યો હતો. 

આગામી બે દિવસ હજી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટર એ લાઈન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી/કર્મચારીઓને હેડ કવાર્ટર પર હાજર રહેવા સૂચના આપી છે. 

વધુ વરસાદની પરિસ્થિતીમાં અસરગ્રસ્તોને નજીકની એકલવ્ય મોડેલ શાળામાં ખસેડવાની વ્યવસ્થા કરવા પણ કલેકટર એ સૂચન કર્યુ હતું. માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, કાચા પાકા મકાન ધરાશાઈ થવા, ખેતીપાકને નુકશાન બાબતે સંબંધિત અધિકારીઓને સત્વરે સરવે કરી રીપોર્ટ બનાવી સહાય અંગેની કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું.   

આ બેઠકમાં અધિક નિવાસી કલકેટર શૈલેસ ગોકલાણી, ડેપ્યુટી કલેકટર, છોટાઉદેપુર પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે પ્રાંત અધિકારી બોડેલી, તમામ જિલ્લાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઓ ઓન લાઇન આ બેઠકમાં જોડાયા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!