બાબા ટુંડવા અને આઈ ટુંડવી ડુંગરની તળેટીમાં પરંપરાગત અખાત્રીજનો મેળો

અખાત્રીજના મેળામાં વિવિધ ધાન્ય બિયારણનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
– બહુમુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામમાં આવેલ બાબા ટુંડવા અને આઈ ટુંડવી ડુંગરદેવની તળેટીમાં અખાત્રીજનો મેળો યોજાયો હતો.સ્થાનિકોએ પરંપરાગત વાદ્યો સાથે અખાત્રીજના મેળો શરૂઆત કરી હતી.
મધ્યપ્રદેશ, અને ગુજરાત રાજ્યમાં દેશી અને વિવિધ ધાન્ય પાકોના બિયારણોનું ઉત્પાદન કરતા ધરતીપુત્રો દ્વારા લુપ્ત થતા ધાન્ય પાકોનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. ખેડૂતો બિયારણ ખરીદી કરીને આગામી ચોમાસામાં વાવેતર કરી લુપ્ત થતાં ધાન્ય પાકોનું સંવર્ધન થાય તે હેતુથી આ મેળામાં વિવિધ તૃણ ધાન્ય પાકોના બિયારણોમાં જેવા કે જુવાર, ઘઉં, બાજરી, લાલ ખાટી ભીંડી, રાગી, ડાંગર એમ ૫૦થી વધુ દેશી ધાન્ય પાકોના બિયારણ વેચાણ કરવામાં આવ્યુ હતું.મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિવિધ ધાન્યપાકના બિયારણ ખરીદી નવા વર્ષે વાવણી કરીની તૈયારી બતાવી હતી.