Surprise visit
Trending

છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા એ રેલવે સ્ટેશન ની આકસ્મિક મુલાકાત કરી

છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા એ રેલવે સ્ટેશન ની આકસ્મિક મુલાકાત કરી

રેલ્વે સ્ટેશનની કામગીરીનો તાગ મેળવી મુસાફરોને પાણીની તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ મળે છે કે કેમ તેની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યો

           આજરોજ છોટાઉદેપુર રેલવે સ્ટેશનની લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા આકસ્મિક મુલાકાત લીધી હતી. અને મુસાફરોને મળતી પ્રાથમિક સુવિધા બાબતે વ્યવસ્થા ચકાસી હતી સાથે કપરા ઉનાળામાં પાણીની તાતી જરૂર હોય જેથી પાણીના કુલરો બરાબર ચાલે છે તે ચકાસી પાણી કેવું આપવામાં આવે છે. તે જાણવા પાણી જાતે પીને ચેક કર્યું હતું. જેની સાથે મુસાફરો ની પણ સમસ્યાઓ ની જાણકારી મેળવી હતી અને રેલવે વિભાગના કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમની પણ રજૂઆતો સાંભળી હતી જ્યારે રેલવેની તમામ સુવિધાઓ અને કામગીરીનો તાગ મેળવી રેલવે અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ કર્યા અને જરૂરી સૂચનો આપ્યા હતા

              સદર વિઝીટ બાબતે સાંસદ જશુભાઈ એ જણાવ્યું હતું કે રેલવેની પ્રાથમિક સુવિધા વ્યવસ્થિત મળી રહી છે આજરોજ ચેક કરતા કોઈ ક્ષતિ જણાઈ ન હતી પરંતુ પ્રજાને ઉપયોગી અને જરૂરી સુવિધાઓ બાબતે રેલવે વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!