ટોપ ન્યૂઝ
Trending

છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ વારી ગ્રુહના કુવાઓમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો

છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ વારી ગ્રુહના કુવાઓમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો

બેફામ રેતી ખનનને કારણે અગાઉ ફતેપુરા ના બે કુવા ફેલ થઈ ગયા હતા હવે ચાલુ કુવામાં પણ પાણી નો પ્રવાહ ઘટી ગયો છે

રેતી ખનનના પ્રતિબંધિત વિસ્તારમાં પણ હવે રેતી રહી નથી

       છોટાઉદેપુર નગરની અંદાજે 35,000 ની વસ્તીને ઓરસંગ નદીમાં આવેલ પાલિકા સંચાલિત બે વોટર વર્ક્સના કુવા પાણી પૂરું પાડે છે જેમાં એક કૂવો વારીગૃહ અને બીજો ફતેપુરા ખાતે આવેલો છે. આ બંને કુવામાં હાલ પાણીની આવકમાં ઘટાડો નોંધાય રહ્યો છે અને નર્મદા નદીનું પાણી હાફેશ્વર થી રોજનું 30 લાખ લીટર જેટલું મંગાવવું પડે છે. આટલી મોટી ઓરસંગ નદી હોવા છતાં પણ નગરપાલિકાએ બહારથી પાણી મંગાવવાનો વારો આવે એ નવાઈ ભરી વાત છે બેફામ રેતી ખનનને કારણે બંને કુવા માં હવે પાણીના સ્તર ઘટવા લાગ્યા છે જો હાફેશ્વર નું પાણી નગર ને મળતું નહીં તો જોવા જેવી થઇ હોત

         ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા ઉનાળામાં પ્રજાને સતાવી રહી છે પ્રજાને પાણી મળી રહે જેના નિરાકરણ માટે રૂપિયા 7 કરોડના ખર્ચે ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો. પરંતુ ચેકડેમ માં પાણી સુકાઈ જાય છે અને નર્મદાનું પાણી હાફેશ્વર થી મંગાવવુ પડે છે. અને નગરના વિકાસના નાણાનો ખર્ચ પાણી માટે કરવો પડે છે. જ્યારે દિવસેને દિવસે નગરને માટે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે.

          છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલ નગરપાલિકા સંચાલિત 2 વોટરવર્ક્સના કુવામાં 10 વર્ષ આગાઉ રેતીમાં પાણી ગળાઈ ને કૂવામાં ઉતરતું હતું જ્યારે રેતીના થરના કારણે પાણી જૂન માસ સુધી મળતું હતું. પરંતુ હવે માર્ચ એપ્રિલ માસ દરમિયાન જ પાણીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે નદીમાં બેફામ રેતી ખંનનના કારણે વોટર વર્ક્સના કુવા અને પાણીની ચેનલો બહાર જોવા મળી રહી છે રેતીના થર ઘટી જતા પાલિકાના કુવાને પણ નુકસાન જઈ રહ્યું છે અગાઉ બે વર્ષ પહેલા વોટર વર્ક્સની ની પાઇપો રેતીના થર ઘટી જતાં બહાર દેખાતી હતી અને નદીમાં ધસમસતા પાણી આવતા ધોવાઈ ગઈ હતી. અને કુવા પણ હવે પુરે પુરા બહાર દેખાઈ રહ્યા છે. પ્રતિબંધિત વિસ્તારમાં પણ હવે રેતી રહી નથી.  

             છોટાઉદેપુર ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનને અટકાવવા તંત્ર પાંગળું પુરવાર થયું છે જ્યાં લીઝ ફાળવેલ નથી તેવા વિસ્તારમાં પણ બેફામ ખોદકામ થતાં હવે નગરની પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે જ્યાં આગળ વોટર વર્કસના કુવા આવેલા છે ત્યાં આગળ હવે રેતી રહી નથી માત્ર પથ્થર અને કાંકરા જોવા મળી રહ્યા છે જ્યારે નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાનો અને નદીના પટ્ટમાં ભરાતા ટ્રેક્ટરોની તસ્વીર સ્પષ્ટ જણાવી રહી છે કે હજુ પણ રેતી ખનન ચાલી રહ્યું છે. જ્યારે ચાર વાહનો પકડી તંત્ર સંતોષ માને છે પરંતુ પ્રજાના માથે જળ સંકટનું કાયમી નિરાકરણ લાવવા પગલા ભરાતા નથી જે પ્રશ્નએ પ્રજામાં શંકા નું સ્થાન લીધું છે.

 છોટાઉદેપુર નગરની 35,000 ની વસ્તી ને પાલિકાના બે વોટર વર્કસ પાણી પૂરું પાડે છે. આ વોટર વર્કસ ની આસપાસ ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે જેના કારણે હવે પહેલાની જેમ કુવામાં પાણી ગળાઈને આવતું નથી અને પાણીની આવક ઓછી થઈ રહી છે જેથી નગરની વસ્તીને પાણી પૂરું પાડવા માટે નર્મદા યોજનાનું પાણી વેચાતું લેવું પડે છે આ બાબતે પાલિકા વોટરવર્ક્સની ની આસપાસ રેતી ખનન કરતા ઈસમો સામે કાયમી કરવી જોઈએ અને કાયમી ધોરણે રેતી ખનન અટકે તેવા પગલાં ભરવામાં આવે અને નગરને સહકાર મળે તે જરૂરી છે તેમ નગરપાલિકા વારીગૃહ ચેરમેન મુકેશભાઈ રાઠવા (કિરમાણી) એ જણાવ્યું હતું

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!