TRAINING
Trending

રાજ્ય કક્ષાની ફાયર સેફ્ટી અને આપત્તિ નિવારણ તાલીમનું સફળ આયોજન

રાજ્ય કક્ષાની ફાયર સેફ્ટી અને આપત્તિ નિવારણ તાલીમનું સફળ આયોજન

સરકારી પોલીટેકનિક છોટાઉદેપુરના પ્રયત્નોથી વડોદરામાં સરકારી ઇજનેરી અને પોલીટેકનીકના પ્રોફેસરો માટે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ યોજાયો

વડોદરા: સરકારી પોલીટેકનિક, છોટાઉદેપુર દ્વારા નેશનલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા અને હિમાયા પ્રિવેન્શન કંપનીના સહયોગથી “Comprehensive Fire Safety and Disaster Mitigation” વિષય પર રાજ્ય કક્ષાની પાંચ દિવસીય તાલીમ તા. 07 એપ્રિલ 2025થી 11 એપ્રિલ 2025 દરમ્યાન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યની ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ સંસ્થાઓના પ્રોફેસરોને આગજણી સલામતી અને આપત્તિ નિવારણ વ્યવસ્થાપનના તત્સમયી અને વ્યવહારૂ જ્ઞાનથી પરિચિત કરાવવાનો રહ્યો હતો.

આ તાલીમનું સુનિયોજિત આયોજન સંસ્થાના માનનીય પ્રિન્સિપાલ કે.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. ઓટોમોબાઇલ વિભાગના વડા એસ.કે. ગણાત્રાએ પણ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્યક્રમના મુખ્ય સંયોજકો તરીકે વી.એચ. ઘાંચી ( ખાતાના વડા, ઇલેક્ટ્રિકલ) અને એચ.એસ. ચૌધરી(ખાતાના વડા, મિકેનિકલ)એ સમગ્ર તાલીમકાળ દરમિયાન અત્યંત ઉર્જાવાન અને કાર્યક્ષમ નિયંત્રણ કર્યું.

તાલીમના સમાપન પ્રસંગે ભાગ લેનાર તમામ પ્રોફેસરોને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા, જેનો વિશિષ્ટ લાભ તેમને ભવિષ્યમાં તેમના શૈક્ષણિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે મળશે. મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ મેયર અને જાહેર જીવનના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ડો. ભરત ડાંગરે ભાગ લેનાર પ્રતિનિધિઓને પ્રમાણપત્રો વિતરણ કર્યા હતા.  

આ તાલીમ દ્વારા શૈક્ષણિક જગતના પ્રતિનિધિઓમાં ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતતા અને પ્રયોગાત્મક સમજ વધારવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. જે શિક્ષણક્ષેત્રે સુરક્ષાના આધુનિક અભિગમને આગળ વધારશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!