Meeting
Trending

છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ

આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ ના કામોના આયોજન માટે છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકો યોજાઈ હતી.

ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ માટે છોટા ઉદેપુર તાલુકાની બેઠક તા.૦૭/૦૪/૨૦૨૫ સોમવારના રોજ પ્રાયોજના વહીવટદાર કચેરી છોટા ઉદેપુર ખાતે, કવાંટ તેમજ પાવી જેતપુર તાલુકાની બેઠક તા. ૦૯/૦૪/૨૦૨૫ બુધવારના રોજ તાલુકા સેવા સદન, પાવી જેતપુર ખાતે મળી હતી. નસવાડી તાલુકાની બેઠક તા. ૧૬/૦૪/૨૦૨૫ બુધવારના રોજ નસવાડી તાલુકા પંચાયત કચેરી ખાતે તેમજ સંખેડા અને બોડેલી તાલુકાની બેઠક તા. ૧૬/૦૪/૨૦૨૫ બુધવારના રોજ બોડેલી તાલુકા સેવા સદન ખાતે કલ્પેશ શર્મા, પ્રાયોજના વહીવટદાર, છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી. 

          છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી તેમના વિસ્તારની બેઠકોમાં હાજર રહ્યા હતા. 

          આ બેઠકો દરમ્યાન વર્ષ ૨૦૨૫-૨૬ માટે કામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં તમામ ધારાસભ્ય એ અને તાલુકા આદિજાતિ વિકાસ સમિતિના સભ્યોએ જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકોમાં સંબંધિત તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર હાજર રહ્યા હતા. એમ પ્રાયોજના વહીવટદાર છોટાઉદેપુરની યાદીમાં જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!