છોટાઉદેપુરના એક માત્ર ટોલોમાઈટ ઉદ્યોગમાં રોજનું 60 લાખનું નુકસાન

પથ્થરની ખાણો બંધ થતાં કારખાના બંધ કરવાનો વારો કાચો માલ ખૂટી જતા પ્રોડક્શન અટકી ગયું છે.
દોઢ થી 2 કરોડના રોકાણ કારો માટે અવવનારા સમયમાં આર્થિક કટોકટી નું સર્જન થશે
છોટાઉદેપુર પંથકમાં 110 જેટલા ડોલામાઈટ પથ્થર નો પાવડર બનાવવાના કારખાના આવેલા છે આ કારખાનાઓને છોટાઉદેપુર માં આવેલી 32 જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો એનવાયરમેન્ટ EC સર્ટી રદ થવાને કારણે ખાણ માલિકોએ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે પથ્થર પીસવાના 110 જેટલા કારખાના ઉપર કાચો માલ જઇ શકતો નથી. જેથી દેશના ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં સપ્લાય થતો ડોળોમાઈટ પાઉડર નું પ્રોડક્શન અટકી ગયું છે. અને મિલ માલિકોને રોજના 60 લાખનું નુકસાન થઈ રહ્યું છે. જેથી આવનારા ટૂંક સમયમાં આ કારખાના પણ બંધ કરવા પડે તેવી નોબત આવી છે અને દોઢ થી 2 કરોડના રોકાણ કારો માટે અવવનારા સમયમાં આર્થિક કટોકટી નું સર્જન થશે
ઉલ્લેખનીય છે કે રોજગારીના અભાવ વચ્ચે છોટાઉદેપુર વિસ્તારના 100 કિલોમીટર એરિયાની અંદર ડોલોમાઈટ પથ્થર નો ઉદ્યોગ એકમાત્ર રોજગારીનું માધ્યમ છે. આ 110 જેટલા પથ્થરના કારખાનાઓમાં અને 32 જેટલી ખાણો માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 30,000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે અને પોતાની આજીવિકા મેળવે છે રોજના પરંતુ ખાણ માલિકો દ્વારા ખાણ બંધ કરી દેવામાં આવતા કાચા માલનો પ્રોડક્શન અટકી ગયું છે અને કારખાનાઓમાં માલ પહોંચતો નથી જેથી ડોળોમાઈટ પાઉડર પર રાજ્યમાં માલની ડિમાન્ડ હોવા છતાં મોકલી શકાતું નથી. જ્યારે છોટાઉદેપુર ની 300 જેટલી ટ્રકના પૈડાં પણ થંભી ગયા છે.
છોટાઉદેપુર ની ખાણો બંધ થતા રોજનું 6,000 ટન માલનું પ્રોડક્શન અટકી ગયું છે જેની સામે સરકારને રોજની અંદાજે 5 લાખ જેટલી રોયલ્ટી અને 4.50 લાખ જેટલી જી એસ ટી નું નુકસાન પણ થઈ રહ્યું છે. જ્યારે મહિને 3 કરોડ જેટલું લાઈટ બિલનું પણ નુકસાન જઇ રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે પેકિંગ કરીને માલ પર રાજ્યમાં મોકલવાનો હોય જે ઉદ્યોગ આખો અલગ છે તેના ઉપર પણ હાલ આની અસર જોવાઈ રહી છે આ અંગે તાત્કાલિક કોઈ સકારાત્મક નિરાકરણ નહીં આવે કે રાજકીય નેતા અને સરકાર કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે તો આવનારા દિવસોમાં છોટાઉદેપુર નો ધોરી નસ સમાન ડોલામાઈટ ઉદ્યોગ બંધ થવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે જેની સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગ પણ ઠપ થઈ જશે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટી માત્રામાં કર્મચારીઓના ઘરના ગુજરાન બંધ થઈ જશે 100 કિલોમીટર છોટાઉદેપુર વિસ્તારમાં હાલ અન્ય કોઈ ઔદ્યોગિક એકમ નથી રોજગારી નો પ્રશ્ન ઊભા થવાની સંભાવનાઓ રહેલી છે સાથે આ ઉદ્યોગ બંધ થવાને કારણે અન્ય રાજ્યમાં ચાલતો ડોલોમાઈટ ઉદ્યોગ તરફ બહારના વેપારીઓ વળી જાય અને ગુજરાત સરકારને રોયલ્ટી જીએસટી વગેરે જેવા ટેક્સનું પણ નુકસાન થાય સાથે સાથે મિલ માલિક અને સમસ્ત ડોલામાઈટ ઉદ્યોગને પણ ભારે ગંભીર નુકસાન થાય તેમ હાલની પરિસ્થિતિને જોતા જાણાઈ રહ્યું છે આ અંગે છોટાઉદેપુરના બિલ માલિકો જિલ્લા પ્રભારી મંત્રી ધારાસભ્ય સંસદ સભ્યને પણ રજૂઆત કરશે
છોટાઉદેપુર પંથકમાં રોજગારી એક મહત્વનો પ્રશ્ન છે જો ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થાય તો પર રાજ્યમાં મજૂરી અર્થે આદિવાસી મજૂરો જતા રહે જેથી ફરીથી ઉદ્યોગ શરૂ કરવા મજૂરોની અછત વર્તાય હાલમાં 50% મજૂરોની અછત વર્તાઈ જ રહી છે તેવા સમયે આ ગંભીર પ્રશ્ન ઉદભવ્યો છે જેથી આવનારા સમયમાં મજૂરો પણ મળે નહીં તેમ લાગી રહ્યું છે
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ડોલોમાઈટ ઉદ્યોગ છેલ્લા 70 વર્ષથી ચાલી રહ્યો છે. જેની 32 જેટલી પથ્થરની ખાણો E C સર્ટીના કારણે બંધ છે. આ બંધ ખાણો ને કારણે કાચો માલ મળતો નથી. અને અમારા મિલ માલિકોએ પણ કારખાના બંધ કરવા પડે તેવી નોબત આવી છે. જેથી વહેલી તકે આ ખાણો શરૂ કરવામાં નહિ આવે તો અને સકારાત્મક ઉકેલ નહિ આવે તો તમામ ડોલોમાઈટ ઉદ્યોગ અન્ય રાજ્ય તરફ જતો રહેશે અને છોટાઉદેપુર નો ઉદ્યોગ બંધ થઈ જશે તેમ મિનરલ મર્ચન્ટ એસોસિએશન ઉપ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું હતું.
70 વર્ષ થયા આ ડોલોમાઈટ ઉદ્યોગ છોટાઉદેપુર પંથકમાં ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ઇસી સર્ટીફિકેટ ના કારણે ડોલોમાઈટ પથ્થરની ખાણો બંધ થતા છોટાઉદેપુર ના કારખાનાઓમાં કાચો માલ આવતો નથી અને માલની અછત શરૂ થઈ છે એક ફેકટરી દીઠ દોઢ થી 2 કરોડનું રોકાણ છે. જે રોકાણ કારો નુકસાન ભોગવી રહ્યા છે. સરકારને પણ આ બાબતે જે રોયલ્ટી અને અન્ય ટેક્સની આવક થાય છે તેમાં નુકસાન જાય છે 30,000 જેટલા વ્યક્તિઓને રોજગારી નિરંતર મળતી રહે સાથે સરકાર આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે તેમ મિનરલ મર્ચન્ટ એસોસિએશન મહામંત્રી રમાકાંતભાઈ ધોબી એ જણાવ્યું હતું
છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ કનુભાઈ ગઢવી એ જણાવ્યું હતું કે છોટાઉદેપુર માંથી પર રાજ્યમાં અને રાજ્યમાં ડોલોમાઈટ પથ્થરનો પાવડર સપ્લાય થાય છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી ઇસી સર્ટી ના કારણે ખાણો બંધ રહેતા કાચો માલ કારખાના સુધી પહોંચી શકતો નથી જેનો પાવડરનો સપ્લાય પર રાજ્યમાં કરવાનો હોય પરંતુ અમોને ઓર્ડર મળતા નથી અને છોટાઉદેપુર વિસ્તારની 300 જેટલી ટ્રકો ના પૈડાં હાલ થંભી ગયા છે અને ટ્રાન્સપોર્ટના 600 થી વધુ કર્મચારીઓ આર્થિક સંકટ ભોગવી રહ્યા છે. સરકાર વહેલી તકે ઇ સી સર્ટી આપવાનું શરૂ કરે તો ફરી ડોલોમાઈટ ઉદ્યોગ ધમધમી ઊઠે તેમ છે


