Meeting
Trending

છોટાઉદેપુર ખાતે નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ

છોટાઉદેપુર

છોટાઉદેપુર ખાતે નગર વિકાસ સમિતિની પ્રથમ બેઠક યોજાઇ

વિકાસ સમિતિના તમામ હોદ્દેદારો પાલિકા સભ્યો સાંસદ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને નગરના વિકાસ અનુલક્ષીને વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને દરેકના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા

આજરોજ સોમવાર સાંજે 5 કલાકે છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડમાં સમગ્ર ગુજરાતની પ્રથમ એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિની પહેલી બેઠક સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. ગુજરાત રાજ્યમાં નવા અભિગમ સાથે સમગ્ર ગુજરાતી પ્રથમ કહી શકાય એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિ ની રચના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહ દ્વારા નગરહિતની બહોળી વિચારધારા અને કહેવાથી બનાવવામાં આવી છે. છોટાઉદેપુર નગરના આગેવાનો, બુદ્ધિજીવીઓ, ડોક્ટર, વકીલ, વેપારીઓ, પત્રકારો, સામાજિક તથા રાજકીય ૪૦ જેટલા દરેક વોર્ડ અને વર્ગના આગેવાનો નો સમાવેશ આ સમિતિમાં કરવામાં આવ્યો છે.
હવે છોટાઉદેપુર નગરના આગેવાનો કહેશે એ પ્રમાણે છોટાઉદેપુર નગરનો વિકાસ કરવામાં આવશે. નગર વિકાસ સમિતિ જે કામના સૂચનો આપશે એ પ્રમાણે વર્ષે ઓછામાં ઓછા બે કરોડ અને તેથી વધુ જરૂર મુજબના કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. . સમિતિમાં કાયમી આમંત્રિત સભ્ય તરીકે સંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, માજી સાંસદ, માજી ધારાસભ્ય તથા અન્ય આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સદર સમિતિની પહેલી બેઠક આજરોજ સાંજે ૫:૦૦ કલાકે છોટાઉદેપુર નગરપાલિકાના સભાખંડમાં સંસદ સભ્ય જશુભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, માજી સાંસદ નારણભાઈ રાઠવા,  પૂર્વ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા નગરપાલિકા સભ્યોની હાજરીમાં મળી હતી. મીટીંગ નું સંચાલન નગરપાલિકાના ચીફ ઓફિસર કર્યું હતું. . છોટાઉદેપુર નગરના સર્વાંગી વિકાસ માટે બનાવવામાં આવેલી ગુજરાતની પ્રથમ એવી છોટાઉદેપુર નગર વિકાસ સમિતિનાં ગઠનને છોટાઉદેપુર નગરના સામાજિક, રાજકીય આગેવાનો તથા બુદ્ધિજીવીઓ એ આવકાર આપીને નગરપાલિકાના આ પગલાં ની પ્રશંસા કરી હતી

વિવેક રાવલ/છોટાઉદેપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!