છોટાઉદેપુર જીલ્લા ના ગ્રામિણ વિસ્તારોમાં બનાવવાં માં આવેલ ચેક ડેમોની હાલત કફોડી બની ડેમ છે પણ પાણી નથી
છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લા ના ગ્રામિણ વિસ્તારોમાં બનાવવાં માં આવેલ ચેક ડેમોની હાલત કફોડી બની ડેમ છે પણ પાણી નથી

હાલના કપરા ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે. જ્યારે જંગલોમાં ઘણા વિસ્તારમાં કરવામાં આવેલો ખર્ચ વ્યર્થ સાબિત થઈ રહ્યો છે. બાંધેલા આડબંધ માં પાણી નથી જ્યારે ખેડૂતોને પણ ખેતી માટે ઉનાળામાં તકલીફ પડી રહી છે.
છોટાઉદેપુર જીલ્લા ના 6 તાલુકાઓમાં અંતરીયાળ ગ્રામિણ વિસ્તારોમાં આવેલાં કોતરો માં અગાઉ તંત્ર દ્વારા પાણી ના સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યાં હતાં. જ્યાં હાલમાં ચેક ડેમોતો છે પરંતું કોતરમાં પાણી નથી અને લાખો કરોડો ના ખર્ચે બનાવેલાં ચેકડેમો માં પાણી સંગ્રહ કરવા ની પણ ક્ષમતા રહેલી નથી એ તસવીરો માં સ્પષ્ટ જણાઇ આવે છે. તથા ચેકડેમો માં પડેલી તિરાડો માંથી પાણી વહી જતું હોય તેવું પણ તસવીર માં જોતાં લાગી રહ્યું છે. ગ્રામિણ વિસ્તારોમાં વસવાટ કરતા આદીવાસી ગ્રામજનો ને પીવા ના પાણી તેમજ ખેતી ઊપયોગ માટે પાણી બારેમાસ મળી રહે તે માટે સરકાર દ્વારા ગામડે ગામડે વિવિધ કોતરો ઉપર ચેકડેમો બનાવવામાં આવ્યાં છે. પરતું વાસ્તવિકતા જુદી જ છે. એક પણ ચેકડેમ માં પાણી સંગ્રહાયેલું જોવા મળતું નથી.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર થી નજીક આવેલ નાલેજ પીપ્લેજ ગામની સીમમાં કોતર આવેલ છે જ્યાં ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. તેની ફરતે બન્ને બાજુ થી રેતી માફીયાઓ દ્વારા કોતરો માંથી બેફામ રેતી ખનન કરવામાં આવતાં તેમજ માટી નું ધોવાણ થતાં ચેકડેમ કોતરમાં ખુલ્લો જોવા મળી રહ્યો છે. ચેક ડેમ ની બન્ને બાજુ ખુલ્લી થઈ ગઈ છે. બંને બાજુ ખુલ્લો ચેક ડેમ પાણી રોકવા માટે બનાવ્યો છે કે ઓસરી જવા માટે તે જ સમજાતું નથી આ વસ્તુ રેતી માફિયાઓના ત્રાસે થઈ છે કે માટી નું ધોવાણ ના કારણે થઈ છે એ પણ સમજાતું નથી પરંતું સ્થળ ઉપર જોતાં જણાઇ રહ્યું છે કે ટ્રેકટરો મારફતે કોતર માંથી રેતી ઉલેચાતી હોય તેવું જણાય છે તથા ટ્રેકટર ના ટાયર ના નિશાન જૉવા મળી રહયા છે. જે જોતાં લાગી રહ્યું છે કે સ્થળ ઉપર ભારે રેતી ખનન થતુ હશે.
જીલ્લા ની ઓરસંગ નદી માં તંત્ર દ્વારા જ્યાં રેતી ની લીઝો ની ફાળવણી કરવામાં આવી નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતી ઉલેચવા માં આવી રહી છે. અને હવે ઓરસંગ નદીમાં પત્થર તથા કાંકરા સિવાય કશુ જૉવા મળતું નથી. ઓરસંગ નદીમાં હવે રેતી ખૂટી જતાં કોતરો નો વારો આવ્યો છે . કોતરોમાં લીઝ ની ફાળવણી ન કરી હોય છતાં પણ રહેમરાહે રાત્રી ના સમયે બેરોકટોક રેતી ખનન થઈ રહયું છે. તેવી ફરિયાદો ગામલોકો પણ કરી રહ્યા છે.
સરકાર દ્વારા જળ સંગ્રહ માટે બનાવવાં માં આવેલાં ચેકડેમ હાલ બિનઉપયોગી જોવા મળી રહ્યા છે. પાણી નો સંગ્રહ થતો નથી. હવે ઓરસંગ નદી માં ખનિજ ઓછું થઈ જતાં રેતી માફિયા ઓની નજર કોતરો ઉપર છે. જે ભવિષ્ય માટે ભારે ખતરા રૂપ છે. સરકાર ના નેજા હેઠળ આવેલી પ્રાકૃતિક ખનિજ સંપદાઓ બેરોકટોક રીતે ઉલેચાય રહીં છે તેનુ ગેરકાયદેસર ખનન થઈ રહયું છે. તંત્ર દ્વારા આ અંગે આકરા પગલાં ભરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં આવે તો ભવિષ્યમાં કુદરતી સંપદા ઓ બચી શકશે. પ્રાકૃતિક ખનિજ સંપદાઓ બચાવવા લોક માંગ ઉઠી છે.
તંત્ર દ્વારા છોટા ઉદેપુર જીલ્લા માં જ્યાં લીઝો ફાળવવામાં આવેલી નથી ત્યાં નદી તથા કોતરોમાં બેરોકટોક રેતી ખનન ચાલી રહ્યું છે. જેનાથી પ્રાકૃતિક ખનિજ સંપદા તો ઓછી થઈ જ રહી છે સાથે સાથે ઘણી કાયદેસર ની લીઝો બંધ રહેતા સરકાર ને રોયલ્ટી નું પણ નુક્શાન થઈ રહયું છે.