BREAKING
Trending

છોટાઉદેપુરના કોલી ગામે વૃદ્ધ પર દીપડાનો હુમલો અચાનક હુમલો થતા ભયનો માહોલ

છોટાઉદેપુરના કોલી ગામે વૃદ્ધ પર દીપડાનો હુમલો

અચાનક હુમલો થતા ભયનો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે 65 વર્ષીય વૃદ્ધ મોહનભાઈ રાઠવા ઉપર દીપડાએ વહેલી સવારે અચાનક હુમલો કરતા મોહનભાઈ રાઠવા ઘાયલ થયા હતા ગળા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે છોટાઉદેપુર ખસેડવા માં આવ્યા હતા જ્યારે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોલી ગામે વહેલી સવારે ખેતરમાં ગયેલ વૃદ્ધ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં વૃદ્ધને માથા અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
આજરોજ વહેલી સવારે 07:00 વાગ્યાના સુમારે કોલી ગામે અચાનક દીપડાએ 65 વર્ષીય મોહનભાઈ રાઠવા ઉપર હુમલો કરતા તેઓને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા અને ઇજાઓ પહોંચાડી હતી. હુમલો થતા મોહનભાઈએ બૂમાબૂમ કરી હોય તેઓનો અવાજ સાંભળીને તેમના દીકરા રાકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાકેશભાઈએ બૂમો પાડતા દિપડો ભાગી ગયો હતો ત્યારબાદ તેઓના પિતાને લઈ તાત્કાલિક છોટાઉદેપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
જંગલમાંથી ખોરાકની શોધમાં હવે વન્ય પ્રાણીઓ રહેણાક વિસ્તાર તરફ આવવા ની ઘટના વધી રહી છે અને માનવ વસ્તી ઉપર હુમલો કરી રહ્યા છે જ્યારે અચાનક દીપડાએ હુમલો કરવાની ઘટના બનતા છોટાઉદેપુર વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!