GUJARAT
Trending

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન રાજ્યના પ્રતિનિધિઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન*-

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભેર સ્વાગત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવો

ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં પધારેલા વડાપ્રધાનને આવકારતા રાજ્યના જનપ્રતિનિધિઓ*

રાજપીપલા,

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવામોગરા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતાં.

દેવમોગરા હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રમત-ગમત રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત,સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, જિલ્લા-તાલુકા તથા સ્થાનિક આગેવાનોએ પણ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!