દેશ
Trending

છોટાઉદેપુર જિલ્લામાં ૧.૪૭ લાખ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરાશે

 

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – ૨૦૨૫

છોટાઉદેપુર જિલ્લામાં ૧.૪૭ લાખ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરાશે

મંડળીઓના સભાસદોને, સ્થાનિક ક્રેડિટ સોસાયટી અને અન્ય સહકારી સંસ્થાઓ પોસ્ટકાર્ડ લખશે

જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે લેવાયેલ હિતલક્ષી નિર્ણય બદલ છોટાઉદેપુર જિલ્લામાં ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્ક લી. સંયોજિત ૨૨૧ પેક્સ મંડળીઓના સભાસદોને અને સ્થાનિક ક્રેડિટ સોસાયટી, આસપાસની અન્ય સહકારી સંસ્થાઓ તથા જિલ્લાની તમામ બજાર સમિતિઓ મળી કુલ ૧.૪૭ લાખ પોસ્ટકાર્ડ જિલ્લાની સહકારી સંસ્થાઓને વિતરણ કરવામાં આવ્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ થકી સહકારિતા મંત્રાલયની અલગ સ્થાપના, જી.એસ.ટી. સુધારણાના ફાયદા, માઇક્રો એટીએમ, મંડળીઓનું ડિજિટલાઈઝેશન તેમજ આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા જેવી મહત્વપૂર્ણ પહેલો બદલ પોસ્ટકાર્ડ લખીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશે.

વડાપ્રધાન એ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને “સહકારથી સમૃદ્ધિ” પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો-પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો,યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ દ્વારા નાગરિકોના જીવનને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. સાથે જ જી.એસ.ટી. અમલીકરણ તથા સ્વદેશી અભિયાનને વેગ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!