
છોટાઉદેપુરના સંસદ સભ્ય જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજુભાઈ રાઠવા એ આજે રવિવારે રજાના દિવસે છોટાઉદેપુરના સામાજિક આગેવાન સૌરભ શાહ સાથે અચાનક નગરપાલિકાના શેલ્ટર હોમ તથા નગરપાલિકાના પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે લગભગ બનીને તૈયાર થઈ ગયેલા ઓડિટોરિયમની મુલાકાત લેતા નગરપાલિકાના કર્મચારીઓ તથા કોર્પોરેટરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. આજે રવિવારની રજા હોવા છતાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ તથા ધારાસભ્ય રાજુભાઈ અચાનક નગરપાલિકામાં સરકારી ગ્રાન્ટ માંથી બનતા ઓડિટોરિયમ નું નિરીક્ષણ કરવા નગરના આગેવાન સૌરભ શાહ સાથે પહોંચતા એમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના બહેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, દિવાબતી ચેરમેન વિમલ દરજી, પ્રાથમિક શિક્ષણ ચેરમેન કમલેશભાઈ, યુવા કાર્યકર શંભુભાઈ જાની, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, અગ્રણી એજાજ ભાઈ શેખ, ભુપેન્દ્રભાઈ ધોબી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, મહામંત્રી રાજેશ સોલંકી, કિશનભાઇ કોળી સહિતના આગેવાનો પણ ઓડિટોરિયમની કામગીરી નિહાળવા આવી પહોંચ્યા હતા. સંસદ સભ્ય તથા ધારાસભ્ય એ સરકારી ગ્રાન્ટમાંથી થતા ઓડિટોરિયમ ના કામનુ અત્યંત ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ સાથે સાંસદ અને ધારાસભ્ય એ કામગીરી બને એટલી જલ્દી પૂરી કરવા માટે સૂચના આપી હતી. ધારાસભ્ય રાજુભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટો માંથી થઈ રહેલા વિકાસના કામો નું નિરીક્ષણ કરવું એ અમારી પ્રાથમિક ફરજ છે. નજીકના ભવિષ્યમાં નગરપાલિકામાં ચાલતા તમામ કામોનું પણ અચાનક નિરીક્ષણ કરવામાં આવશે. ઓડિટોરિયમ થી સંસદ સભ્યો અને ધારાસભ્ય શ્રી નો આખો કાફલો સીધો નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમ ની મુલાકાતે પહોંચ્યો હતો. શેલ્ટર હોમની સમગ્ર કામગીરીનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરીને શેલ્ટર હોમમાં રહેતા લોકો સાથે વ્યવસ્થા અંગે સીધી વાતચીત પણ કરી હતી. નગરપાલિકા નું શેલ્ટર હોમ 96 વ્યક્તિઓને રહી શકે એટલી કેપેસિટી ધરાવે છે. સાંસદ અને ધારાસભ્ય ની મુલાકાત દરમિયાન શેલ્ટર હોમમાં 38 લોકો મોજુદ હતા. આજે રજા હોવા છતાં સાંસદ અને ધારાસભ્ય શ્રી સમગ્ર કાફલા સાથે સરકારી ગ્રાન્ટમાંથી ચાલતા કામની અને સરકારી ગ્રાન્ટ માંથી બનેલા શેલ્ટર હોમ ની કામગીરી નું નિરીક્ષણ કરવા પહોંચી જતા સાંસદ અને ધારાસભ્યની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. આ અંગે સંસદ સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત તથા તેમને જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટમાંથી ચાલતા કોઈપણ કામોની મુલાકાત લેવી એ અમારી પ્રાથમિક ફરજ છે. આજરોજ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલતા કામની અને થયેલા કામની મુલાકાત લેતા અમને પાલીકાના વહીવટદારોની કામગીરીથી સંતોષ થયો છે.



