Activity
Trending
ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે સાંસદ જશુભાઈ રાઠવા સ્થળની મુલાકાતે પહોંચ્યા તથા અસર ગ્રસ્તોને સહાય અર્પણ કરી


ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે આજરોજ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે સ્થળની મુલાકાત કરી હતી. સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી અને તેમને ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર સહાયના ચેક અર્પણ કર્યા હતા. તથા મુજપુર દરીયાપુરા અને મજાતણ હર્ષદપુરાના દિવંગત થયેલ નાગરિકોના પરિવારો ની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.




