


જિલ્લાના ક્ષતિગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે તાત્કાલિક સમારકામ
વડાલા,ટીમબી,ગેહરપુર, નસવાડી ભાખા અને કવાંટ રેણધા માર્ગ પરના ખાડાઓનું કરાયું પેચવર્ક
:- છોટાઉદેપુર જિલ્લામાં ગત દિવસોમાં વરસેલા વરસાદના લીધે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ધોરી માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા.જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરાવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગ (રાજય ) દ્વારા વડાલા,ટીમબી,ગેહરપુર માર્ગ,નસવાડી ભાખા માર્ગ અને કવાટ રેણધા માર્ગ પરના ખાડાનું પેચવર્ક કરી માર્ગ ફીર ચાલુ કરી દેવામાં આવ્યો હતો. ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કરવા ૪ ટંપર, ૨ ટ્રેકટર,૨જીસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ માર્ગોનું પેચવર્ક કરવા અંદાજે ૨૩ મજૂરોને કામગીરી કરી હતી.વરસાદ રોકોતા જિલ્લાના તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કરવામાં આવી રહી છે.



