GUJARAT
Trending
ધરતી આબા” જનભાગીદારી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો


ધરતી આબા” જનભાગીદારી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો“ધરતી આબા” જનભાગીદારી અભિયાનમાં વધુમાં વધુ ગ્રામ્યજનોને લાભ લેવા આહવાન કરતા- જિલ્લા પંચાયત પ્રમુખ
સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને ૧૭ અન્ય મંત્રાલયના ૨૫ વિભાગોની યોજનાઓનો લાભ એક જ સ્થળે
– ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષને “જન જાતિય ગૌરવ” વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને ૧૭ અન્ય મંત્રાલયના ૨૫ વિભાગોના સહયોગથી આદિજાતિના લાભાર્થીઓના ગામ સુધી વિવિધ યોજનાઓના લાભ વિતરણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત ૧૫ દિવસ “ધરતી આબા” જનભાગીદારી અભિયાન (જાગૃતિ અને સંપૂર્ણ લાભ વિતરણ શિબિર) આદિવાસી કલ્યાણથી-વિઝનથી મિશન સુધી શરૂ કરવામાં આવ્યુ છે. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે “ધરતી આબા” જનભાગીદારી અભિયાનને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં “ધરતી આબા” જન ભાગીદારી અભિયાન અંતર્ગત ૧૫મી જુલાઇ ૨૦૨૫ સુધી ચાલનાર અભિયાનમાં સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને ૧૭ અન્ય મંત્રાલયના ૨૫ વિભાગોની યોજનાઓનો લાભ એક જ સ્થળે મળશે. દરેક તાલુકામાં નકકી કરેલ ૩ સ્થળ પર શિબિર યોજાશે. આ શિબિરમાં ગ્રામ્યજનો આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના જેવી સરકારની અનેક યોજનો લાભ મળશે.
જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે “ધરતી આબા” જન ભાગીદારી અભિયાનમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા આહવાન કર્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર અને પ્રાયોજના વહીવટદાર સંગઠન પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
“ધરતી આબા” જન ભાગીદારી અભિયાન અંતર્ગત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને ૧૭ અન્ય મંત્રાલયના ૨૫ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ મહાનુભાવોના વરદહસ્તે સહાય વિતરણ કરવામાં આવી હતી. મહાનુભાવોએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઇ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સેલ્ફી પોઈન્ટ પર જઈ સેલ્ફી લીધી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, છોટાઉદેપુર પ્રાંત ડો.વિમલ બારોટ, અગ્રણી સંગ્રામ રાઠવા, વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા.

