GUJARAT
Trending

જિલ્લા કલેકટર ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાની ૩ શાળાઓમાં ૭૦ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો

શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ ત્રીજો દિવસ

જિલ્લા કલેકટર ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાની ૩ શાળાઓમાં ૭૦ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો

 વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દિપ પ્રજ્જલિત કરવા સમગ્ર રાજયમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ઉજવણીના અંતિમ દિવસે છોટાઉદેપુર તાલુકાની કીડી અને સિંધી ફળિયા કોલી પ્રાથમિક શાળા અને ઘોઘદેવ માધ્યમિક શાળા ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.                             છોટાઉદેપુર તાલુકાના કીડી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૮ અને ધો.૧માં ૦૧, ઘોઘાદેવ માધ્યમિક શાળાખાતે ધો.૯ માં ૩૦ અને સિંધી ફળિયા કોલી પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૫ અને ધો.૧માં ૬ એમ કુલ ૭૦ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

      આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે શાળાપ્રવેશને ઉત્સવ રૂપે ઊજવવાની પહેલ કરી છે. બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. સાથે બાળકો ભણી ગણીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવી હિમાયત કરી હતી. 

જિલ્લા કલેકટર એ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. તેઓએ શાળાના આંગણામાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં સરપંચઓ, શાળાના આચાર્ય ઓ, શાળાના સ્ટાફ, એસએમસીના સભ્યો, ગામના અગ્રણીઓ, વાલીઓ, ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!