GUJARAT
Trending

અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી 

અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સર્વે મૃતકોને જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સાંસદ જશુભાઈ રાઠવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો

આજરોજ છોટાઉદેપુર એપીએમસી ખાતે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રભુ તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમની દિવ્ય આત્માને શાશ્વત શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પણ પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી 

      કાર્યક્રમમાં લોકસભા સાંસદ છોટાઉદેપુર જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ધારાસભ્ય સંખેડા અભેસિંગભાઈ તડવી એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા 

વિવેક રાવલ/છોટાઉદેપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!