REALITY
Trending

છોટાઉદેપુરમાં કચરામાં મેદાનમાં પડેલી જડીબુટ્ટી

છોટાઉદેપુરમાં કચરામાં મેદાનમાં પડેલી જડીબુટ્ટી

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કચરામાં જડીબુટ્ટી જોવા મળી

        છોટાઉદેપુર નગરમાં આવેલ જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ ના કેમ્પસમાં ખુલ્લા મેદાનમાં દવાઓ, ઇન્જેક્શન તથા ક્લોઝ અને દવાની બોટલો તથા બિયરની ખાલી બોટલો જોવા મળી આવી હતી છે. આ જડીબુટ્ટી સમાન દવાઓ દર્દીઓના આરોગ્ય માટે ઉપયોગી હોય પરંતુ તે ની અવધી પૂર્ણ થઈ જતા તેનો નાશ કરી દેવાનો હોય પરંતુ આ દવાઓ કચરા ના ઢગલા પાસે મળી આવી છે જ્યારે આરોગ્ય મંદિરના વિસ્તારમાં ખાલી બિયર નું ટીન પણ જોવા મળ્યું હતું જે જોતા ભારે આશ્ચર્ય ફેલાય છે 

                રાત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લા ની સૌથી મોટી જનરલ હોસ્પિટલ ના પાછળના ભાગે પી એમ રૂમ પાસે આજરોજ ખુલ્લા માં ઇન્જેક્શન નિડલ્સ, દવાની ખાલી બોટલ તથા દવાઓના પેકેટ અને હેન્ડ ગ્લોઝ પડેલા જોવા મળ્યા છે ખુલામાં પડેલા આ કચરાના ઢગલામાં આ વસ્તુઓ મળી આવતા એમ લાગી રહ્યું છે કે આરોગ્યના પૂજારીઓએ કે રક્ષકોને દર્દીઓના આરોગ્યનો કોઈ ખ્યાલ નથી પડેલો મેડિકલ વેસ્ટ હવામાં તેના જમ્સ ઉડે અને કોઈપણ જીવ માત્રને તેની અસર થાય કે વધુ રોગચાળો ફેલાય તો જવાબદારી કોની તે પણ એક પ્રશ્ન થઈ પડ્યો છે 

              ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જનરલ હોસ્પિટલ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે. પરંતુ હજુ પણ તબીબોનો અભાવ જાણવા મળી રહ્યો છે જેની સાથે દૂર દૂરથી આવતા દર્દી અને તેઓના સગા એ ઘણીવાર ખુલ્લામાં ઉભું રહેવું પડે છે આ ખુલ્લામાં ઊભા રહેવામાં આ પડેલો મેડિકલ વેસ્ટ દ્વારા જો કોઈને ચેપ લાગી જાય તો તેના આરોગ્યની સંભાળ કોણ લે તે પણ એક યક્ષ પ્રશ્ન થઈ પડ્યો છે ખુલ્લામાં પડેલા મેડિકલ વેસ્ટ માટે નિરંતર રોજેરોજ કાળજી રાખી તેનો નાશ કરવો જોઈએ તેવી દર્દીઓની અને પ્રજાની માંગ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!