ELECTION
Trending

One nation One election રાષ્ટ્રહિત માટે સમર્પિત

છોટાઉદેપુર 

એક રાષ્ટ્ર, એક ચૂંટણી રાષ્ટ્રહિત માટે સમર્પિત  

 છોટાઉદેપુર ઘેલવાટ ગામે One nation One election ના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું 

છોટાઉદેપુર નજીક આવેલ ઘેલવાટ ગામે ગોકુલધામ રિસોર્ટ ખાતે સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, ઉપ પ્રમુખ પરવેઝભાઈ મકરાણી, કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભ ભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં One nation One election ના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ઉપસ્થિત સમગ્ર છોટાઉદેપુર નગરના આગેવાન નાગરિકો છોટાઉદેપુર નગરપાલિકાના તમામ ચેરમેન અને સભ્યો દ્વારા સંસદ સભ્ય તથા ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. લગભગ ૧૦૦ જેટલા આગેવાનોએ એક સાથે ધારાસભ્ય સંસદ સભ્ય નું સન્માન કર્યું હોય એવા પ્રથમ પ્રસંગ હતો. પ્રત્યુતરમાં ધારાસભ્ય સાંસદ દ્વારા તમામ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ને શક્તિ શાળી બને શક્તિશાળી લોકશાહી ભારત દેશમાં વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓમાં થતા સમય અને સંસાધનોના વ્યયને ઘટાડવા તેમજ “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે આ પ્રસ્તાવ દેશહિતમાં મહત્વપૂર્ણ છે. જે અંગે આ વિશેષ કાર્યક્રમ નું આયોજન ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા એ કયું હતું જેનું સંચાલન સૌરભભાઈ શાહે અને મૂકેશભાઈ પટેલે કયું હતું. અને દેશની પ્રજા સુધી સંદેશ જાય તેવો વખાણવા લાયક સુંદર અભિગમ અપનાવ્યો હતો 

ઉલ્લેખનીય છે કે આ એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના સમર્થનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતને એક વિશેષ લોકશાહી પ્રણાલી તરફ દોરી જવાના આ અભિયાનમાં સહયોગ આપવા દરેક ઉપસ્થિત નાગરિક અને આગેવાનો એ પ્રતિબદ્ધતા દર્શાવી હતી કાર્યક્રમ મા નગરપાલિકા સભ્યો નગર વિકાસ સમિતિ ના સભ્યો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 

એક રાષ્ટ્ર એક ચૂંટણી થી થનારા ફાયદા અને રાષ્ટ્ર વિકાસ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા સહિતના આગેવાનોએ પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરી અને નાગરિકોને ઉદબોદન કર્યું હતું. નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણી નગરના આગેવાન ઝાકીરભાઇ અંધી બસીર પઠાણ પેટ્રોલ પંપ સંચાલક ભાવેશભાઈ શાહ બાર એસોસિએશન પ્રમુખ લલિત રોહિત ના નાગરિકોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા અને એક એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારને ટેકો જાહેર કર્યો હતો. ગુજરાતના પ્રથમ એવા આ સફળ કાર્યક્રમનું સંચાલન સૌરભભાઈ શાહ તથા મુકેશભાઈ પટેલે કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!