Uncategorized
Trending

સબજેલ ખાતે કેદીઓને શુ તાલીમ આપવામાં આવી જુઓ

છોટાઉદેપુર

છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદીવાનોનું હેલ્થ ચેક અપ અને CPR તાલીમ નું આયોજન કરવામાં આવ્યું 

       જેલ વિભાગના ડીજીપી એન એલ રાવએ સબજેલ ખાતે ફરજ બજાવતા અધિકારીઓને સૂચના આપેલ હોય કે છોટાઉદેપુર સબજેલ ખાતે બંદીવાન કેદીઓનો નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ચેક અપ કરાવવામાં આવે જે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના સહયોગથી અને સબજેલ અધિક્ષક ડી કે પરમારના માર્ગદર્શન હેઠળ આજરોજ સબજેલ છોટાઉદેપુર ખાતે મેડિકલ કેમ્પ અને CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું 

        આ મેડિકલ કેમ્પમાં જેલમાં રાખવામાં આવેલ 135 બંદીવાનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત ફિઝિશિયન ડોક્ટર મયંક પંડ્યા, તથા ઇમરજન્સી 108 સેવાના કર્મચારીઓ દ્વારા બંદીવાનો તથા જેલ સ્ટાફને સીપીઆર તાલીમ આપવા માટે જેમાં બેભાન થઈ ગયેલ વ્યક્તિને ભાનમાં લાવવા માટે સાપ કરડે ત્યાં ત્યારે તથા ખેંચ આવે ત્યારે શું પગલાં લેવા અને શું કાળજી રાખવી તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપી CRP તાલીમ આપી હતી 

           આ કેમ્પમાં બોડેલી સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર મયંક પંડ્યા, ઈ એન ટી સર્જન ડોક્ટર સુમિત કુમાર પરમાર, ઈમરજન્સી 108 ના સંતોષભાઈ આર રાઠવા, તથા ફરહાદખાન પઠાણ તેમજ તાલુકા હેલ્થ કચેરી છોટાઉદેપુરના ડોક્ટર કલ્યાણ પાંડે, ડોક્ટર સેજલબેન રાઠવા, લેબ ટેક્નિશિયન રાહુલ ઠક્કર, ફાર્મસીસ્ટ સેજલબેન આમોદવાલા, સ્ટાફ નર્સ કૈલાસબેન રાઠવા તથા જાગૃતિબેન રાઠવા સીએચઓ હિમાલય રાઠોડ, અને નિલેશ રાઠવા, તથા પરેશભાઈ વેધ, અને મનહરભાઈ વણકર વગેરે હાજર રહ્યા હતા જ્યારે જેલ સ્ટાફના કર્મચારીઓ સુબેદાર હનીફભાઈ સમા હવલદાર રજનીકાંત ભાલુ હવાલદાર મેરૂભાઈ ભરવાડ, સિપાહી મેહુલભાઈ ચૌહાણ સિપાહી સુનિલભાઈ તડવી દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!