Electricity
Trending

છોટાઉદેપુર નગરમાં લાઈટ ઓફ થવાનું સત્ય બહાર આવ્યું! જુઓ નગરજનો

છોટાઉદેપુર 

છોટાઉદેપુર નગરમાં લાઈટ ઓફ થવાનું સત્ય બહાર આવ્યું! જુઓ નગરજનો

છોટાઉદેપુર નગરમાં છેલ્લા 7 દિવસથી લાઈટો બંધ થવાને કારણે વિવાદ સર્જાયો હતો. અને રાત્રી દરમ્યાન લાઈટો બંધ થઈ જતા રાત્રી દરમ્યાન લોકટોળા એમ જી વી સી એલ કચેરીએ તથા એકલા રહેતા મહિલા ડેપ્યુટી એન્જિનિયરને ત્યાં પહોંચી ગયા હતા અને બૂમો પાડી રાત્રે હલ્લો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન પાવર ઓફ થઈ જતા નગરજનોને તકલીફ પડી હતી. તકલીફને કારણે કેટલાક લોકો રાત્રે એક થી સવારના ચાર પાંચ વાગ્યા દરમ્યાન એમજીવીસીએલના મહિલા અધિકારીને ફોન કરતા હતા. લોકટોળાએ રાત્રે બે ત્રણ વાગે મહિલા અધિકારી ના ઘરે પહોંચીને બૂમ બરાડા કર્યા હતા. આજે લાઈટ ઓફ થવાનું સત્ય બહાર આવ્યું છે. ઉપરના ફોટામાં દેખાય છે એમ નગરજનોને હેરાન કરવા માગતા બદમાશ તત્વો એ વાયર ઉપર ચાઈનીઝ દોરા નાખેલા છે. આંકળીઓ નાખી અને લાઈટ ના ફીડરો બંધ કરી દીધા હોવાનું માલુમ પડતા એમજીવીસીએલના મહિલા અધિકારીએ આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એ આપ સૌની જાણ સારું. વધારે પવન અને વરસાદને કારણે લાઇટ બંધ થાય એ સ્વાભાવિક છે પણ કેટલાક બદમાશ તત્વોએ જાણી જોઈને નગરજનોને હેરાન કરવા આ કૃત્ય કર્યું છે એ સ્પષ્ટ થાય છે ‌

@Vivek 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!