Activity
Trending

છોટાઉદેપુર સહિત ગુજરાત રાજ્ય અને દેશમાં વૃક્ષ વાવવાનું અભિયાન હાથ ધરતો બિહારી યુવાન

છોટાઉદેપુર સહિત ગુજરાત રાજ્ય અને દેશમાં વૃક્ષ વાવવાનું અભિયાન હાથ ધરતો બિહારી યુવાન

પગપાળા તથા લિફ્ટ માંગી દેશના ખૂણે ખૂણે ફરી બિહારનો યુવાન દેશના જુદા જુદા રાજ્યોમાં વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા પ્રજાને સંદેશ આપી રહ્યો છે. જે આજરોજ છોટાઉદેપુર આવી પહોંચ્યો હતો. અને મિડિયા સમક્ષ વાત કરી પ્રજાને વૃક્ષ બચાવવા અને વૃક્ષ વાવવા અપીલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે મુઝફ્ફર પૂર બિહારનો રહેવાસી 27 વર્ષનો યુવાન રાજીવ કુમારે દેશના જુદા જુદા રાજ્યોમાં વૃક્ષ વાવવા અંગે અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા 2 મહિના અને 27 દિવસથી દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરી વૃક્ષ વાવી રહ્યો છે જ્યારે પોતાને વતન થી નીકળી દેશની પ્રજાને પર્યાવરણ બચાવવા પ્રેરણા આપી ઉમદા કામગીરી શરૂ કરી છે 

ઉપરોક્ત યુવાને 2 માસ દરમ્યાન 200થી વધુ વૃક્ષો વાવી અભિયાન શરૂ કર્યું છે. દેશના વેસ્ટ બંગાળ યુપી, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં 1 વર્ષ દરમ્યાન વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક હાથ ધર્યો છે. 

હાલમાં ચાલી રહેલ ગ્લોબલ વોર્મિગની અસરો તથા વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થવાને લીધે પર્યાવરણ ઉપર માઠી થઇ રહી છે. જે પર્યાવરણ ને બચાવવા વૃક્ષ વાવી પ્રજાને સંદેશ આપતો યુવાન રાજીવ કુમાારે ગુજરાતની યાત્રા કરી હવે મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કર્યું હતું 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!